- ડાર્ક સર્કના કારણો જાણો
 - તમારી આ જીવનશેલીના કારણે આવે છે ડાર્ક સર્કલ
 
ઘણી વખત આપણી આોઁખ નીચે ડાર્ક સર્કલ આવી જતા હોય છે,તેના અનેક કારણો હોય છે ચિંતા હોય કે ઊંધ ડિસ્ડબ્ર થવી હોય ,ત્યાર બાદ તમે તેને રિમૂવ કરવા અને ક્રિમ કે દવાનો સહારો લો છો,જો કે આ બબાત એવી છે કે દવા કરતા તમનારી જીવન શેલી તેના પર વધુ અસર કરે છે.જો તમે તમારી લાઈફ સ્ટાઈલ બગાડી રહ્યા છો તો તનમારી આંખો નીચે ડાર્ક સર્કલ આવી શકે છે,આનાથી બચવા માંગો છો તો આટલી વસ્તુઓને અવાઈડ કરો
ડાર્ક સર્કલ થવા પાછળનું કારણ એ છે કે તમારા આહારમાં રંગબેરંગી ફળો અને શાકભાજી અને પ્રોટીનની સાથે વિટામિન સીનો અભાવ છે. વિટામીન A અને E ની ઉણપ પણ આ માટે જવાબદાર છે.ઓછું હિમોગ્લોબિન અથવા આયર્નની ઉણપ પણ એક કારણ છે.આ માટે લીલા શાકભાજીનું સેવન કરી શકો છો
આ સાથે જ ટીવી વધુ સમય જોવું અથવા તો સ્ક્રીન ટાઈમ એટલે મોબાઈલ કે લેપટોપ પર 5 કલાકનો સમય આપવો.વધુ સ્કિન સામે બેસવાથી પણ જાર્ક સર્કલ આવી જાય છે.
આ સહીત જો તમે આંખોને વારંવાર મચડી રહ્યા છો તો પણ આમ થી શકે છે.ઘણ ીવખત તમારી આ આદતથી ડાર્ક સર્કલ થાય છે. ત્યાર બાદ આંખોમાં બળતરા પછીના હાયપરપીગ્મેન્ટેશન પણ થાય છે જેથી આ આદત છોડી દેવી જોઈએ.
આ સહીતે જે લોકો ધૂમ્રપાન અથવા વેપિંગ અથવા જૉલ્સનો ઉપયોગ કરે છે તેમણે પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છેકારણ કે ઘૂમાડો ફ્રી રેડિકલ છોડે છે જેના કારણે ડાર્ક સર્કલ ઝડપથી વધે છે.જેથી આવી આગત પણ જવાબદાર છે.
આ સાથે જ મેકઅપ અથવા ક્રિમ જેવી વસ્તુઓનો વારંવાર ઉપયોગ કરવાથી પણ આંખોની નીચે ડાર્ક સર્કલ આવે છે.આ સહીત મોઈશ્ચરાઈઝર અને સનસ્ક્રીન ન લગાવવાથી પણ આમ થાય છે,બને ત્યા સુધી આંખો ઉપર નેચરલ વસ્તુઓનો જ પ્રયોગ કરવો ્ને જો ક્રિમ કે અન્ય વસ્તુઓ લગાવો તો તે સારી કંપનીની અને સારી હોવી જરુરી છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

