ભૂજઃ કચ્છના ધોરડોનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરાયો છે. અને સફેદ રણના નજારાને નિહાળવા માટે દેશ-વિદેશના અનેક પ્રવાસીઓ ધોરડોની મુલાકાતે આવી રહ્યા છે. આગામી ક્રિસમસના તહેવાર અન્વયે વધુ સહેલાણીઓ આવવાની આશાએ પ્રવાસન વિભાગ દ્વારા સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. જેમાં બાળકો માટે ગેમ ઝોનના બે ડોમ ઉભા કરવામાં આવ્યા છે.જેના સાધનો આવી જતા બે – ત્રણ દિવસમાં તે શરૂ કરવામાં આવશે.પ્રથમ ડોમમાં ફાઇટિંગ,ક્રિકેટ, ટેનિસ,કાર રેસિંગ,બાઇક રેસિંગ,આર્ટ એક્ટિવિટી જ્યારે બીજા ડોમમાં ફ્લેમિંગો,સેલ્ફી પોઈન્ટ, લુડો,ચેસ,મિરર હાઉસ,ગન ગેમ,ઇન્ડો પાર્ક,ભૂલ ભુલૈયાની સાથે ડાન્સિંગના આકર્ષણો છે. આ ઉપરાંત આઈના મહેલ અને માંડવી બીચના લાઈવ આકર્ષણો પણ પ્રદર્શિત કરાયા છે.
ભુજના પ્રવાસન વિભાગના આસિ.મેનેજર પ્રિયંકા જોશીએ જણાવ્યું હતું. કે, રણપ્રદેશમાં ઊંટ પર ભ્રમણ, કચ્છની સંસ્કૃતિનું દર્શન કરાવતા ભુંગાઓમાં રાત્રિરોકાણ, સંસ્કૃતિના જનજીવનની ઝાંખી કરાવતા પ્રદર્શનો,સંગીત,ભરતકામ, માટીકલા, ચિત્રકામના ક્ષેત્રમાં સફળ નીવડેલા કારીગરોના કસબનું નિદર્શન સહિતની વસ્તુઓ પ્રવાસીઓને આકર્ષે છે. કચ્છની કલા, સંસ્કૃતિ અને અસ્મિતાના દર્શન થાય છે. અહીની સૂકી હવા સાથે રણની રેતમાં ઉડતી આનંદની લહેરોએ પર્યટકોને રણોત્સવ સાથે આત્મીયતાથી જોડી દેનારી યાદગાર પળો સાબિત થાય છે.સહેલાણીઓની સંખ્યા વધવા લાગતા અગાઉના વર્ષોની જેમ વધુ ચાર મનોરંજનના આકર્ષણો શરૂ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જણાવ્યું કે, ધોરડોમાં બાળકો માટે ગેમ ઝોનના બે ડોમ ઊભા કરવામાં આવ્યા છે. જેના સાધનો આવી જતા બે – ત્રણ દિવસમાં તે શરૂ કરવામાં આવશે.પ્રથમ ડોમમાં ફાઇટિંગ,ક્રિકેટ, ટેનિસ,કાર રેસિંગ,બાઇક રેસિંગ,આર્ટ એક્ટિવિટી જ્યારે બીજા ડોમમાં ફ્લેમિંગો,સેલ્ફી પોઈન્ટ, લુડો,ચેસ,મિરર હાઉસ,ગન ગેમ,ઇન્ડો પાર્ક,ભૂલ ભુલૈયાની સાથે ડાન્સિંગના આકર્ષણો છે.ઉપરાંત આઈના મહેલ અને માંડવી બીચના લાઈવ આકર્ષણ પણ મુકાયા છે. અગાઉ ધોરડો ખાતે ટૂરિઝમ વિભાગ દ્વારા હોટ એર બલૂનનું સંચાલન કરવામાં આવતું હતું પણ દુર્ઘટના ઘટયા બાદ બલુનની રાઈડ બંધ કરવામાં આવી છે. આ વર્ષે પેરાગલાઈન્ડિંગ શરૂ થયા બાદ બલૂન સેવા શરૂ કરવા માટે રિહર્સલ કરવામાં આવ્યું હતું.જે પણ હવે ટૂંક સમયમાં શરૂ થઈ જશે.
તેમણે ઉમેર્યું હતું કે, ધોરડો ખાતે પ્રવાસીઓના મનોરંજન માટે લાઈટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવશે. હાલમાં વોચ ટાવર ખાતે કામ ચાલી રહ્યું છે. સંભવત ક્રિસમસ સુધીમા કામ પૂર્ણ થતા પ્રવાસીઓ માટે તે આકર્ષણરૂપ બનશે. હાલમાં ધોરડો જતા રસ્તે એન્ટ્રી ગેટની ડાબી બાજુ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે.જેમાં કચ્છનાં સ્થાનિક કારીગરો પર્ફોમન્સ આપે છે.આગામી 16 મી તારીખથી અહીં નવા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે.સાંજના સમયે થતા અલગ અલગ કાર્યક્રમો પ્રવાસીઓને અહીં થોભવા માટે મજબુર કરે છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

