
વેકેશનમાં આ જગ્યાઓ પર ફરવાનો બનાવો પ્લાન,રૂપિયા થઈ જશે વસૂલ
ભારતમાં ફરવા માટે લાખોની સંખ્યામાં લોકો બહાર જતા હોય છે, ભારતમાં લોકો ફરવા માટે હંમેશાં ઉત્સાહી રહેતા હોય છે ત્યારે જો વાત કરવામાં આવે કેટલાક એવા સ્થળોની તો તે સ્થળે ગયા પછી તમે પણ લાગશે કે આપણા પૈસા વસૂલ થઈ ગયા છે.
જો સૌથી પહેલા વાત કરવામાં આવે ચૂકા બીચની તો એની ખાસિયત એ છે કે તે લગભગ 17 કિલોમીટર લાંબો અને બેથી અઢી કિલોમીટર પહોળો છે. ચૂકા બીચ યુપીના સૌથી લોકપ્રિય બીચ છે. ચૂકા બીચ પાસે શારદા કેનાલ આવી રહી છે, જેનો રૂટ નેપાળમાં નીકળે છે. આ બીચનો સુંદર નજારો જોવા માટે પ્રવાસીઓનો ધસારો રહે છે
પીલીભીતનું સૌથી આકર્ષક પર્યટન સ્થળ પણ ચૂકા બીચ સાથે જ છે જેનુ નામ પીલીભીત ટાઈગર રિઝર્વ છે. આ ટાઈગર રિઝર્વમાં જંગલ સફારીની સુવિધા આપવામાં આવે છે જ્યાં તમને નહેરુ પાર્ક, ટ્રી હટ અને વોટર હટની મુલાકાત પણ લઈ શકો છો
પીલીભીત ઉત્તર પ્રદેશનું એક નાનું શહેર છે, જ્યાં ટાઈગર રિઝર્વની નજીક આવેલો ચુકા બીચ ગોવાની સાથે સ્પર્ધા આપે તેવો છે. આ બીચની પ્રાકૃતિક સુંદરતા એટલી અદ્ભુત છે કે લોકો તેને જોઈને દંગ થઈ જાય છે.