1. Home
  2. ગુજરાતી
  3. ભાવિન રબારીએ ‘લાસ્ટ ફિલ્મ શો’ માટે IPA એવોર્ડ્સમાં મોટું સન્માન જીત્યું
ભાવિન રબારીએ ‘લાસ્ટ ફિલ્મ શો’ માટે IPA એવોર્ડ્સમાં મોટું સન્માન જીત્યું

ભાવિન રબારીએ ‘લાસ્ટ ફિલ્મ શો’ માટે IPA એવોર્ડ્સમાં મોટું સન્માન જીત્યું

0
Social Share

લોસ એન્જલસ : વધુ એક સન્માન ઉમેરતા, પાન નલિનની લાસ્ટ ફિલ્મ શોએ 27માં સેટેલાઇટએવોર્ડ્સમાં ઇન્ટરનેશનલ પ્રેસ એકેડેમી (IPA) “બેસ્ટ બ્રેકથ્રુ પર્ફોર્મન્સનોએવોર્ડ મેળવ્યો છે.

ભાવિન રબારી પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવનારાઓમાં સૌથી યુવા છે, જે એડવર્ડ નોર્ટન, નિકોલ કિડમેન, ચાર્લીઝ થેરોન, રસેલ ક્રો અને હેલ બેરી જેવા અન્ય ભૂતપૂર્વ એવોર્ડ વિજેતઓની એક પ્રખ્યાત યાદીમાં જોડાયા છે.

લાસ્ટ ફિલ્મ શો 21 વર્ષમાં પ્રથમ ભારતીય ફિલ્મ છે જેને શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.

પ્રતિષ્ઠિત જીત પર પોતાની ભાવના વ્યક્ત કરતા નિર્દેશકે અને લેખક  પાન નલિને કહ્યું, “ફિલ્મ અને ભાવિનને જે પ્રેમ મળી રહ્યો છે તે ખુબ વિનમ્ર છે. એવોર્ડ ખરેખર ખાસ છે, કારણ કે  તે આટલી નાની ઉંમરમાં તેની મહેનતને ઓળખાણ આપે છે. “

હું ખૂબ ખુશ છું અને ફિલ્મ સાથેની તક માટે નલિન સર, સિદ્ધાર્થ સર અને ધીર ભાઈનો આભાર માનું છું. હું આશા રાખું છું કે આપણે ભારતને ગૌરવ અપાવી શકીશું અને આવા ઘણા વધુ એવોર્ડ જીતી શકીશું અને ઓસ્કાર ઘરે લાવી શકીશું.” ફિલ્મના 13 વર્ષના મુખ્ય અભિનેતા ભાવિન રબારીએ ઉમેર્યું હતું.

95મા એકેડેમી એવોર્ડ્સમાં શોર્ટલિસ્ટમાં પસંદ થયેલી અન્ય ફિલ્મો વચ્ચે, ફિલ્મ પ્રશંસા મેળવી રહી છે અને, ટ્રિબેકા, બુસાન, મિલ વેલી, 66મા સેમિન્સી અને વૈશ્વિક સ્તરે અસંખ્ય અન્ય ફિલ્મ ફેસ્ટિવલ અને એવાર્ડ સમારોહમાં પણ ટોચના સન્માન મેળવ્યા છે.

સિદ્ધાર્થ રોય કપૂર, ધીર મોમાયા, પાન નલિન અને માર્ક ડુઅલ દ્વારા નિર્મિત, લાસ્ટ ફિલ્મ શો જાપાન અને ઇટાલીમાં પણ રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મ યુએસમાં સેમ્યુઅલ ગોલ્ડવિન ફિલ્મ્સ દ્વારા અને ભારતમાં રોય કપૂર ફિલ્મ્સ દ્વારા રિલીઝ કરવામાં આવી હતી અને હવે તે નેટફ્લિક્સ ઇન્ડિયા પ્લેટફોર્મ પર સ્ટ્રીમિંગ થઈ રહી છે. ઓરેન્જ સ્ટુડિયો વર્લ્ડ સેલ્સ એજન્ટ છે અને તે ફ્રાન્સમાં પણ ફિલ્મ રિલીઝ કરશે, જ્યારે શોચીકુ અને મેડુસા જેવા સ્ટુડિયો તેને અનુક્રમે જાપાનીઝ અને ઇટાલિયન સિનેમાઘરોમાં લાવી રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code