હવે સુપ્રિમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધીને 32 થઈ – 5 નવા ન્યાયાધીશોને CJI DY ચંદ્રચુડે લેવડાવ્યા શપથ
- સુપ્રિમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધીને 32 થઈ
- હાલ પણ 2 પદ છે ખાલી
- 5 નવા ન્યાયાધીશોને CJI DY ચંદ્રચુડે લેવડાવ્યા શપથ
દિલ્હીઃ- દેશની સુપ્રિમમ કોર્ટમાં હવે જ્જોની સંખ્યા વધી ચૂકી છએ જે 32 થઈ ચૂકી છએ,આજરોજને સોમવારના દિવસે સુપ્રીમ કોર્ટનેપાંચ નવા જજ મળ્યા છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે આ નવા ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા હતા.
સુપ્રીમ કોર્ટમાં જજોની મંજૂર સંખ્યા 34 છે. રાજસ્થાન, પટના અને મણિપુર હાઈકોર્ટના ત્રણ મુખ્ય ન્યાયાધીશો જસ્ટિસ પંકજ મિત્તલ, જસ્ટિસ સંજય કરોલ અને પીવી સંજય કુમારે શપથ લીધા હતા. આ સાથે પટના હાઈકોર્ટના જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ મનોજ મિશ્રાએ શપથ લીધા હતા.
મીડિયાને આપેલી જાણકારી પ્રમાણે 2 ફેબ્રુઆરીએ નિમણૂકોને મંજૂરી આપી હતી અને નિમણૂક માટે નામો રાષ્ટ્રપતિ ભવન મોકલવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ આ ન્યાયાધિશને શપથ લેવડાવામાં આવ્યા છે.
જાણો આ 5 ન્યાયાધિશ વિશે ટૂંકમાં માહિતી
જસ્ટિસ પંકજ મિત્તલે અલાહાબાદ હાઈકોર્ટમાંથી કાનૂની પ્રેક્ટિસ શરૂ કરી 17 જૂન, 1961ના રોજ જન્મેલા જસ્ટિસ પંકજ મિત્તલ, મેરઠના રહેવાસી, સિનિયોરિટીમાં નંબર વન છે. 1982માં અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી કોમર્સમાં સ્નાતક થયા બાદ, તેમણે 1985માં મેરઠ કોલેજમાંથી એલએલબીની ડિગ્રી મેળવી.
હિમાચલ પ્રદેશ મૂળ હાઈકોર્ટ, પટનામાં મુખ્ય ન્યાયાધીશ હતા વરિષ્ઠતામાં બીજા ક્રમે જસ્ટિસ સંજય કરોલ છે, જેમની મૂળ હાઈકોર્ટ હિમાચલ પ્રદેશ છે. જ્યારે તેઓ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિયુક્ત થયા ત્યારે તેઓ પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. 23 ઓગસ્ટ, 1961ના રોજ હિમાચલ પ્રદેશમાં જન્મેલા જસ્ટિસ કરોલે તેમનું શિક્ષણ સેન્ટ એડવર્ડ સ્કૂલ, શિમલામાં અને સરકારી ડિગ્રી કોલેજ, શિમલામાં કર્યું હતું.
જસ્ટિસ સંજય કુમાર 1988માં આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં કાનૂની પ્રેક્ટિસ શરૂ કરી જસ્ટિસ પીવી સંજય કુમાર મૂળ તેલંગાણા હાઈકોર્ટના છે. 14 ઓગસ્ટ, 1963ના રોજ જન્મેલા જસ્ટિસ કુમારે હૈદરાબાદની નિઝામ કોલેજમાંથી સ્નાતક થયા બાદ 1988માં દિલ્હી યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી.
જસ્ટિસ એ અમાનુલ્લાહ પટના હાઈકોર્ટના છે. તેમણે બિહાર સ્ટેટ બાર કાઉન્સિલમાં નોંધણી કરાવ્યા બાદ 1991માં પટના હાઈકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. 20 જૂન, 2011ના રોજ પટના હાઈકોર્ટના જજ તરીકે બઢતી ન થઈ ત્યાં સુધી તેઓ એ જ હાઈકોર્ટમાં સરકારી વકીલ હતા.
જસ્ટિસ મનોજ મિશ્રાઃ 2011માં અલ્હાબાદ હાઈકોર્ટના એડિશનલ જજ જસ્ટિસ મનોજ મિશ્રા સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિયુક્ત થયેલા પાંચ જજોમાં વરિષ્ઠતાના ક્રમમાં પાંચમા ક્રમે છે. 2 જૂન, 1965ના રોજ જન્મેલા જસ્ટિસ મિશ્રાએ 1988માં અલ્હાબાદ હાઈકોર્ટમાંથી પોતાની પ્રેક્ટિસ શરૂ કરી હતી.2013ના રોજ કાયમી ન્યાયાધીશ બન્યા હતા.