1. Home
  2. ગુજરાતી
  3. 95માં ઓસ્કરમાં દીપિકા પાદુકોણને મળી આ મોટી જવાબદારી, અભિનેત્રીએ પોસ્ટ શેર કરી આપી જાણકારી  
95માં ઓસ્કરમાં દીપિકા પાદુકોણને મળી આ મોટી જવાબદારી, અભિનેત્રીએ પોસ્ટ શેર કરી આપી જાણકારી  

95માં ઓસ્કરમાં દીપિકા પાદુકોણને મળી આ મોટી જવાબદારી, અભિનેત્રીએ પોસ્ટ શેર કરી આપી જાણકારી  

0
Social Share

મુંબઈ:95મા ઓસ્કાર એવોર્ડ માટે પ્રસ્તુતકર્તાઓની યાદી સામે આવી છે, જેમાં ભારતની ટોચની અભિનેત્રીઓમાંની એક દીપિકા પાદુકોણનું નામ પણ સામેલ છે.દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ચાહકોને આ માહિતી આપી છે.દીપિકાએ ઈન્સ્ટાગ્રામ પર એક લિસ્ટ શેર કર્યું છે જેમાં ઓસ્કાર 2023ના પ્રસ્તુતકર્તાઓના નામ લખવામાં આવ્યા છે.દીપિકા પાદુકોણની આ પોસ્ટ પર તેના પતિ રણવીર સિંહ સહિત ફેન્સ અભિનેત્રીને કોમેન્ટ કરીને અભિનંદન આપી રહ્યા છે.દીપિકા પાદુકોણ અમેરિકન અભિનેત્રી એરિયાના ડેબોઝ સાથે ઓસ્કાર હોસ્ટ કરશે.

દીપિકા પાદુકોણ દ્વારા શેર કરાયેલ યાદીમાં રિઝ અહેમદ, જેનિફર કોનેલી, એરિયાના ડીબોઝ, એમિલી બ્લન્ટ, ગ્લેન ક્લોઝ, સેમ્યુઅલ એલ જેક્સન, ડ્વેન જોન્સન, માઈકલ બી જોર્ડન, ટ્રોય કોત્સુર, જોનાથન મેજર્સ, મેલિસા મેકકાર્થી, જેનેલે મોના, ક્વેસ્ટલોવ,ઝો સલદાના અને ડોની યેનનો સમાવેશ થાય છે.

SS રાજામૌલીની તેલુગુ ફિલ્મ ‘RRR’ નું ગીત ‘નાટુ નાટુ’ 95માં એકેડેમી એવોર્ડ્સમાં બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેટ થયું છે.ઓસ્કાર એબીસી પર રવિવાર, 12 માર્ચ, 2023 ના રોજ લાઈવ પ્રસારિત થશે.

દીપિકા પાદુકોણના કરિયરની વાત કરીએ તો તે હાલમાં તેની ફિલ્મ ‘પઠાણ’ની સફળતાનો આનંદ માણી રહી છે.’પઠાણે’ પોતાની કમાણીથી દુનિયાભરમાં એક અલગ ઓળખ બનાવી છે.આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ સાથે શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ જોવા મળ્યા હતા.આ ફિલ્મમાં પહેલીવાર દીપિકા પાદુકોણનો એક્શન અવતાર દર્શકોએ જોયો હતો, ત્યાર બાદ આગામી સમયમાં દીપિકા પાદુકોણની બાકીની ફિલ્મોમાં પણ એક્શન જોવા મળશે. દીપિકા પાદુકોણના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે રિતિક રોશનની સાથે ફિલ્મ ‘ફાઈટર’માં જોવા મળશે. આ સિવાય દીપિકા પાદુકોણ પાસે ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ પણ છે. જેમાં ફરી એકવાર દીપિકા બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શેર કરશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code