
દેશમાં કોરોનાનો રાફળો ફાટ્યો – છેલ્લા 24 કલાકમાં 10 હજારથી પણ વધુ નવા કેસ નોંધાયા
- દેશમાં કોરોનાનો કહેર
- છેલ્લા 24 કલાકમાં 10,158 નવા કેસ નોંધાયા
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર ફરી એક વખત વર્તાયો છે, છેલ્લા કેટલાક દિવસોથી દૈનિક કેસો 5 થી 6 હજારને પાર નોંધાતા નોંધાતા હવે આ કેસ 10 હજારનો આંકડો વટાવી લીધો છે છેલ્લા 24 કાલકમાં 10 હજારને પાર નવા કેસ નોંધાતા સરકારની ચિંતામાં પમ વધારો થયો છે.
વિતેલા દિવસની સરખામણીમાં આજે નોંધાયેલા કેસોની સંખ્યામાં 29 ટકાથી પણ વધુ વધારો નોંધાયો છે,છેલ્લા ઘણા દિવસો બાદ કોરોનાના કેસની સંખ્યાએ 10 હજારનો આંકડો વટાવ્યો છએ,જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન કોરોનાના 10 હજાર 158 નવા કેસ સામે આવ્યા છએ, તો સાછે જ હવે સ્ક્રિય કેસોનો આંડકો પણ 44 હજારને વટાવી ગયો છએ
જો દેશમાં હાલ સક્રિય કેસોની સંખ્યા વિશે વાત કરીએ તો 44 હજાર 998 કોરોનાના એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે.આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 5 હજાર 356 લોકોએ કોરોનાને માત આપી છે અને સ્વસ્થ થયા છે.
આ સાથે જ કોરોનાના દર્દીઓનો સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.71 ટકા નોંધાયો છે.જો કોરોનાના દૈનિક હકારાત્મકતા દર વિશે વાત કરીએ તો તે હાલ 4.42 ટકા જોવા મળે છે.આ સહીત સક્રિય કેસોની સંખ્યા કુલ કેસના 0.10 ટકા છે.