1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં અસહ્ય ગરમીને કારણે બપોરે 1થી 4 દરમિયાન 252 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે
અમદાવાદમાં અસહ્ય ગરમીને કારણે બપોરે 1થી 4 દરમિયાન 252 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે

અમદાવાદમાં અસહ્ય ગરમીને કારણે બપોરે 1થી 4 દરમિયાન 252 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે

0
Social Share

અમદાવાદઃ શહેરમાં છેલ્લા સપ્તાહથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અને ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થતા નગરજનો ત્રાહીમામ પોકારી ગયા છે. બપોરના સમયે તો રોડ પર જવું કપરૂ બની જાય છે. અંગ દઝાડતી ગરમીમાં ચાર રસ્તાઓ પર ક્રોસિંગ બંધ હોય ત્યારે દ્વિચક્રી વાહન પર બેસી રહેવું કપરૂ બની જાય છે. અસહ્ય તાપમાનમાં બપોરના સમયે રોડ પરના ટ્રાફિકમાં ઘટાડો જાવા મળતો હોય છે. ત્યારે વાહનો પસાર થઈ ગયા બાદ પણ ટ્રાફિક સિગ્નલો બંધ જોવા મળતા હોય છે. આથી ટ્રાફિક પોલીસના અધિકારીઓ અને મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે મીટિંગ યોજાશે. જેમાં 252 ટ્રાફિક સિગ્નલો બપોરે 1થી 4 દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં તાપમાન વધતું જાય છે. જેમાં એપ્રિલ-મે દરમિયાન 42થી 45 ડિગ્રી સરેરાશ તાપમાન રહેવાની શક્યતા છે. અસહ્ય તાપમાનને કારણે ડામરના રોડ પણ ખૂબ ગરમ થતાં હોય છે. અને બપોરના સમયે રોડ પરથી પસાર થવું અસહ્ય બની જતું હોય છે. જેથી આટલી બધી ગરમીમાં વાહનચાલકોને ભર બપોરે ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભા રહેવું ન પડે તે માટે બપોરે 1 થી 4 વાગ્યા સુધી શહેરના તમામ 252 ટ્રાફિક સિગ્નલ બંધ (બ્લીન્કર) કરી દેવાશે. જ્યારે વધારે ટ્રાફિકવાળા 25થી 30 સિગ્નલની ચેઈનનો સમય 50 ટકા સુધી ઓછો કરી દેવાશે.ટ્રાફિક શાખાના અધિક પોલીસ કમિશનર એન.એન.ચૌધરી એ જણાવ્યું હતુ કે, ટ્રાફિક સિગ્નલનું સંચાલન તેમજ મેન્ટનેન્સ મ્યુનિ.કોર્પો. દ્વારા કરવામાં આવે છે. ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે બંધ રાખવા માટે 19 એપ્રિલે મ્યુનિ. અધિકારીઓની  ટ્રાફિક પોલીસ સાથે મીટિંગ યોજાશે. જેમાં બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવશે. હાલમાં શહેરમાં 252 ચાર રસ્તા, પાંચ રસ્તા અને સર્કલ છે, કે જ્યાં ટ્રાફિક સિગ્નલ લાગેલા છે. પિક અવર્સ પછીના 3 કલાક એટલે કે બપોરે 1 થી 4 વાગ્યા સુધી તમામ ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવાશે. જો કે 25 થી 30 ટ્રાફિક સિગ્નલ એવા છે કે જ્યાં આખો દિવસ હેવી ટ્રાફિક રહે છે. આવા સિગ્નલ ઉપરની લાઈટની ચેઈનનો સમય 50 ટકા સુધી ઘટાડી દેવાશે. જેથી જે સિગ્નલ 1 મીનીટ છે તેનો સમય 30 સેકન્ડ, જ્યારે 120 સેકન્ડ વાળા સિગ્નલનો સમય 60 સેકન્ડ કરવા નિર્ણય લેવાશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code