1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારત G20 અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં બીચની સ્વચ્છતાનું આયોજન, લોકોએ મળીને સાફસફાઈ હાથ ઘરી
ભારત G20 અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં બીચની સ્વચ્છતાનું આયોજન,  લોકોએ મળીને સાફસફાઈ હાથ ઘરી

ભારત G20 અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં બીચની સ્વચ્છતાનું આયોજન, લોકોએ મળીને સાફસફાઈ હાથ ઘરી

0
Social Share

સેલવાસઃ- આ વર્ષ દરમિયાન ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છએ આ સંદર્ભે દેશના જાણીતા સ્થળો પર મિટિંગનું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે દેશના સ્થળોને સુંદર અને ક્લિન બનાવાની કામગીરી પણ ચાલી રહી છે ભારત G20 અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં બીચ સ્વચ્છતાનું આયોજન કરવામાં આવ્યું હતું. દમણના દેવકા બીચ ઉપર લોકોએ 6 કિલોમીટરના બીચની સફાઈ કરી બીચ પર જમા થયેલો કચરો બહાર કાઢ્યો હતો.

આ સહીત અહીના નમો પથ પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  પ્રશાસકના સલાહકાર અમિત સિંગલા અને જિલ્લા કલેક્ટર સૌરભ મિશ્રાના હસ્તે કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ જાગૃતિબેન પટેલ અને નગર પાલિકાના પ્રમુખ સોનલબેન પટેલ પણ હાજર હતી.

પ્રશાસકના સલાહકાર અમિત સિંગલા દ્વારા લોકો ને સ્વચ્છતા રાખવા શપથ લેવડાવ્યા હતા. સ્વચ્છતાના શ્લોક ઉપર સિગ્નચર પણ કરવામાં આવ્યા હતા.આ સહીત બાલ ભવનના બાળકોએ સ્વચ્છતા પર શેરી નાટક  રજૂ કરી હતી. 

આ કાર્યક્રમ બાદ  વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.  વિજેતા ચિત્રકારો અને ફોટોગ્રાફરોને સ્વચ્છતા વિષય પર ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.  3 કિલોમીટરની વૉકથોનમાં અનેક લોકો જોડાયા હતા.સાથે જ સફાઈમાં પણ અનેક લોકોએ ભાગ લીધો બતો અહીના બીચને ક્લીન કરી સુંદર બનાવ્યો હતો.

વધુમાં વાત કરીએ તો દમણ બીચ પર સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યો હતો જ્યાં લોકોએ સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા સેલ્ફી લીધી હતી.  દમણના ઉદ્યોગ, કોલેજ, પંચાયત,નગર પાલિકા,સામાજિક સંસ્થાઓ અને સામાન્ય નાગરિકોએ સાથે મળીને આ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો.આ સાથે જ બીચ ઉપર થી પ્લાસ્ટિક સહિત અન્ય ગંદગી બહાર કડવામાં આવી હતી.

 

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code