1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગર-કોબા હાઈવે પરના રક્ષાશક્તિ સર્કલ પાસે ફ્લાયઓવર બ્રિજનું CMએ કર્યું લોકાર્પણ
ગાંધીનગર-કોબા હાઈવે પરના રક્ષાશક્તિ સર્કલ પાસે ફ્લાયઓવર બ્રિજનું CMએ કર્યું લોકાર્પણ

ગાંધીનગર-કોબા હાઈવે પરના રક્ષાશક્તિ સર્કલ પાસે ફ્લાયઓવર બ્રિજનું CMએ કર્યું લોકાર્પણ

0
Social Share

અમદાવાદઃ ગાંધીનગર કોબા હાઇવે પર આવેલા રક્ષા શક્તિ સર્કલ પર નવનિર્મિત ફ્લાય ઓવર બ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું હતુ.  આ બ્રિજ ખૂલ્લો મુકાતા નાગરિકોને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે. આ બ્રિજનું લોકાર્પણ શનિવારે કરવાનું આયોજન હતું. પરંતુ બીપરજોય વાવાઝોડાના કારણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે મુખ્યમંત્રી ગયા હોવાથી શનિવારે બ્રિજના લોકાર્પણનો કાર્યક્રમ મુલત્વી રાખવામાં આવ્યો હતો.અને રવિવારે લોકાર્પણ કરાયું હતુ.

ગાંધીનગર કોબા હાઇવે રોડ પર રક્ષા શક્તિ સર્કલ પર 936 મીટરની કુલ લંબાઈ ધરાવતા ફ્લાય ઓવરબ્રિજનું આજે વિધિવત રીતે મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કર્યું હતુ. રાજય સરકારના માર્ગ-મકાન વિભાગ દ્વારા આ ફલાય ઓવરબ્રીજ પંચાવન કરોડ રૂપિયાના ખર્ચ નિર્માણ કરાયો છે. છેલ્લા ઘણા સમયથી નગરજનો રક્ષા શક્તિ સર્કલ પરના બ્રિજનાં કામને લઈને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. એમાંય વળી અહીં મેટ્રો રેલનું પણ કામકાજ ચાલતું હોવાથી ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની ગઈ હતી. સવાર સાંજનાં સમયે બ્રિજનાં કામને લઈને ચારેય તરફ વાહનોની કતારો લાગી જતી હતી. જેનાં કારણે વાહનચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. એક સમયે બ્રિજનાં નિર્માણ કાર્યને લઈને એકતરફનાં રોડના ટ્રાફિક માટે ડાઈવર્ઝન પણ આપવામાં આવ્યું હતું. તેમ છતાં ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળ્યો ન હતો. ત્યારે નવ નિર્મિત બ્રિજ તૈયાર થઈ ગયો હોવા છતાં છેલ્લા બે મહિનાથી બ્રિજનું ઉદ્ઘાટન કરવાની માંગ પ્રબળ બની હતી.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શનિવારે ફ્લાયઓવર બ્રિજના લોકાર્પણનો કાર્યક્રમ નક્કી કરાયો હતો. પરંતુ મુખ્યમંત્રી પટેલ કચ્છના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ નિરિક્ષણ માટે જતાં બ્રિજ લોકાર્પણનો કાર્યક્રમ મુલત્વી રાખવામાં આવ્યો હતો. અને રવિવારે ફ્લાય ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું હતુ. આ પ્રસંગે ગાંધીનગર મેયર હિતેશ મકવાણા, ધારાસભ્ય રીટાબેન પટેલ સહિત સંગઠનના અગ્રણીઓની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીના હસ્તે ફ્લાય ઓવર બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code