Homeગુજરાતીગુજરાતગુજરાતમાં સોમવારે 12 જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી, તંત્ર બન્યું એલર્ટ

ગુજરાતમાં સોમવારે 12 જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી, તંત્ર બન્યું એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં અષાઢના આગમન પહેલા જ મેઘરાજાની પધરામણી થઈ છે, અને સોમવારથી અષાઢ મહિનાનો પ્રારંભ સાથે જ ગુજરાતના 12 જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠા, અમદાવાદ, બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહિસાગર, મહેસાણા, ડાંગ, તાપી, વલસાડ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

ગુજરાતમાંથી બિપરજૉય વાવાઝોડું આફત વરસાવીને સમી ગયુ છે, પરંતુ હજુ સુધી તેની અસર ઓછી થઇ નથી. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતના માથે હજું પણ મોટું સંકટ તોળાઇ રહ્યું છે. હજુ રાજ્યમાં ભારે પવનો ફૂંકાશે અને અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસી શકે છે. ખાસ કરીને વાવાઝોડાની સૌથી મોટી અસર ઉત્તર ગુજરાતમાં દેખાશે. હવામાન વિભાગ અનુસાર ગુજરાત પર હજુ સંકટ ટળ્યુ નથી સોમવારે 12થી 15 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સાબરકાંઠા, અમદાવાદ, બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહિસાગર, મહેસાણા, ડાંગ, તાપી, વલસાડ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. હજુ આગામી બે દિવસ વાવાઝોડાની અસર રહેશે, જેના કારણે અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આજે સામવારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. જેમાં અમદાવાદ, અરવલ્લી, દાહોદ, ખેડા, મહિસાગર, સાબરકાંઠા, વડોદરા, ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ, અમરેલી અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે, જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.  ગુજરાતમાંથી બિપરજૉય વાવાઝોડાના કારણે છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતના માથે આફતરૂપી વરસાદ ખાબકી રહ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ બાદ ઉત્તર ગુજરાત અને હવે દક્ષિણ ગુજરાતમાં વરસાદે કાળો કેર વર્તાવ્યો છે. હવામાન વિભાગ અનુસાર હજુ પણ આગામી ચાર દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે.

સંબંધિત લેખો

Most Popular