Homerevoinewsપીએમ મોદી અંગે રાહુલ ગાંધીના વાણી-વર્તન સામે ભાજપ નેતાઓ, નાગરિકોએ વ્યક્ત કરી...

પીએમ મોદી અંગે રાહુલ ગાંધીના વાણી-વર્તન સામે ભાજપ નેતાઓ, નાગરિકોએ વ્યક્ત કરી નારાજગી

રિવોઈ ન્યૂઝ, 14 ઓગસ્ટ, 2026 – પીએમ નરેન્દ્ર મોદીની વિદેશનીતિ અંગે રાહુલ ગાંધીએ જે રીતે મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો છે તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. અનેક નાગરિકો પોતપોતાના સોશિયલ મીડિયા દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. દરમિયાન, ગુજરાત ભાજપના મંત્રીઓ, સાંસદો અને અન્ય નેતાઓએ પણ વીડિયો પોસ્ટ કરીને રાહુલ ગાંધીના વાણી-વર્તનની આકરી ટીકા કરી છે.

રાહુલ ગાંધીએ માફી માગવી જોઈએઃ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલઃ

રાજનીતિને સૌથી નીચલા સ્તરે પહોંચાડી દીધીઃ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ તથા સાંસદશ્રી ડૉ. હેમાંગભાઈ જોશી

પ્રજાએ કોંગ્રેસને તેનું સ્થાન બતાવી દીધું છેઃ રાજ્ય સરકારના મંત્રી શ્રી પ્રવિણભાઈ માળી

રોહિત નારાયણન નામના એક સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સરે તેમના ફેસબુક પેજ ઉપર આ ઘટના અને રાહુલ ગાંધી વિશે વિસ્તૃત વર્ણન કર્યું છે. તેઓ કહે છે કે, તેમનું (રાહુલ ગાંધીનું) સમગ્ર વર્તન, તેમની ચાલવાની, બોલવાની અને વર્તવાની શૈલી એક એવો સ્વભાવ દર્શાવે છે જે જાહેર હોદ્દા માટે તદ્દન અયોગ્ય છે. ગુણવત્તા પ્રત્યે તેમનો અનાદર, તેમનો પૂર્વગ્રહયુક્ત દ્રષ્ટિકોણ અને સમાજના ચોક્કસ વર્ગો પ્રત્યેનો તેમનો સ્પષ્ટ પક્ષપાત તેમને સત્તાના કોઈપણ પદ માટે સદ્ંતર અયોગ્ય બનાવે છે.

કોઈપણ રીલ કે વિડીયો જુઓ: તમને એક પણ ક્ષણ એવી નહીં મળે જ્યાં તેઓ ગરિમા કે સંયમ સાથે બોલતા હોય. તેમનો સૂર સતત કર્કશ, અસ્તવ્યસ્ત અને બૌદ્ધિક રીતે પોલો હોય છે. તેઓ અસંવેદનશીલ, આક્રમક અને સાર્થક વિચારો વગરના જણાય છે. તેમનામાં નેતૃત્વ જેવું કંઈ દેખાતું નથી; તેમના વિશેની દરેક બાબત તેમની અક્ષમતા વ્યક્ત કરે છે. કદાચ તેમની માતાના તરફનું ડીએનએ જ તેમને આ નીચલી સપાટીએ લઈ જઈ રહ્યું છે. તેમના પિતાનો પક્ષ પણ નીચો હતો, પરંતુ તેઓ ચોક્કસપણે આટલા શરમજનક ન હતા.

ક્ષણભર કલ્પના કરો કે તેમનો જન્મ કોઈ વિશેષાધિકાર ધરાવતા પરિવારને બદલે કોઈ સામાન્ય ચાવાળાના પરિવારમાં થયો હોત. તો તેમણે તે ધંધો પણ ચોપટ કરી નાખ્યો હોત અને આખા પરિવારને ગરીબીમાં ધકેલી દીધો હોત. તેઓ ‘પોતાની મહેનતથી આગળ વધ્યા હોત’ એ વિચાર જ હાસ્યાસ્પદ છે. તેમ છતાં તેઓ દેશના સર્વોચ્ચ હોદ્દા પર પોતાનો વંશપરંપરાગત દાવો હોય તેમ એવી રીતે ફરે છે, જાણે કે પોતાની જ બેદરકારીથી સર્જાયેલી પારિવારિક દુર્ઘટનાઓને ટાંકી રહ્યા હોય.

મને એવી એક પણ વ્યક્તિ નથી મળી જે દ્રષ્ટિ, બુદ્ધિ કે ક્ષમતા જોઈને તેમનું સમર્થન કરતી હોય. તેમના સમર્થકો બે શ્રેણીમાં આવે છે: એક એવા લોકો જે વર્તમાન હોદ્દેદારને એટલી તીવ્રતાથી ધિક્કારે છે કે તેઓ તેમના સ્થાને કોઈપણ મૂર્ખને સ્વીકારી લેશે, અને બીજા એવા લોકો જેઓ માને છે કે તેમના આવવાથી તેમને ગેરકાયદેસર, અનૈતિક અને અયોગ્ય પ્રવૃત્તિઓ કરવાની છૂટ મળી જશે.

આ એક શરમજનક સ્થિતિ છે જ્યાં તકવાદીઓ, અસભ્ય તત્વો, આળસુ નાગરિકો, ઉપદ્રવીઓ અને અસામાજિક તત્વોની પ્રથમ પસંદગી બનવું.

સંબંધિત લેખો

Most Popular