Homeગુજરાતીદેશ-વિદેશવૈશ્વિક મંચ પર ભારતનો વધતો પ્રભાવ, 36 દેશના મોટાભાગના લોકોની ભારત પ્રત્યે...

વૈશ્વિક મંચ પર ભારતનો વધતો પ્રભાવ, 36 દેશના મોટાભાગના લોકોની ભારત પ્રત્યે સકારાત્મક વિચારધારા

નવી દિલ્હી, 14 ઓગસ્ટ 2026: આજના વૈશ્વિક પરિદ્રશ્યમાં ભારતનું કદ અને પ્રભાવ સતત વધી રહ્યો છે, પરંતુ દુનિયા ભારતને કઈ નજરે જુએ છે તેને લઈને એક રસપ્રદ અને મિશ્રિત તસવીર સામે આવી છે. વિશ્વની પ્રખ્યાત રિસર્ચ સંસ્થા ‘પ્યૂ રિસર્ચ સેન્ટર’ દ્વારા દુનિયાના 36 દેશોમાં કરવામાં આવેલા એક નવા સર્વેમાં ભારતની વૈશ્વિક છબીને લઈને ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. આ સર્વે અનુસાર, 36 દેશોમાં સરેરાશ 45ટકા લોકોની ભારત પ્રત્યે સકારાત્મક વિચારધારા છે, જ્યારે 41 ટકા લોકો નકારાત્મક રાય ધરાવે છે. ખાસ કરીને પાડોશી દેશો અને પશ્ચિમી રાષ્ટ્રોમાં ભારતની છબીને લઈને રસપ્રદ ભિન્નતા જોવા મળી છે.

પાડોશી દેશોની વાત કરીએ તો, આ સર્વેમાં શ્રીલંકા ભારત માટે સૌથી અનુકૂળ અને સકારાત્મક દેશોમાં મોખરે રહ્યો છે, જ્યાંના 79 ટકા લોકોએ ભારત વિશે ઉત્તમ રાય વ્યક્ત કરી છે, જે ગત વર્ષની સરખામણીમાં 14 ટકા વધુ છે. આનાથી તદ્દન વિપરીત, પાકિસ્તાનમાં માત્ર 7 ટકા લોકો જ ભારત પ્રત્યે સકારાત્મક વિચાર ધરાવે છે. માત્ર એશિયા જ નહીં, પરંતુ આફ્રિકા અને યુરોપના કેટલાક મુખ્ય દેશોમાં પણ ભારતની છબી અત્યંત મજબૂત છે.

બ્રિટન અને કેન્યામાં અંદાજે દર 10માંથી 7 લોકોએ ભારતની પ્રશંસા કરી છે, જેમાં બ્રિટનમાં 2025ની સરખામણીમાં ભારતની સકારાત્મક રાયમાં પૂરા 11 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત જર્મની (63%), ઇઝરાયેલ, ઇટાલી, સ્વીડન, જાપાન અને થાઇલેન્ડમાં પણ બહુમતી લોકો ભારતની તરફેણમાં છે. જર્મનીમાં 2023માં જે આંકડો 47 % હતો, તે હવે વધીને 63 % થઈ ગયો છે અને ફ્રાન્સમાં પણ સકારાત્મક રાય 39 % થી વધીને 50% પર પહોંચી ગઈ છે. જોકે, તુર્કી (15 %) અને વેસ્ટ બેંક તથા પૂર્વ યરુશલમ (18%) જેવા ક્ષેત્રોમાં ભારત પ્રત્યે સકારાત્મક રાય ઘણી ઓછી જોવા મળી છે.

  • અમેરિકામાં ભારતનો રેટીંગ ઘટ્યો

સુપરપાવર ગણાતા અમેરિકામાં ભારતની રાયને લઈને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે, જ્યાં 45 ટકા લોકો ભારતને સકારાત્મક માને છે અને 50 ટકા લોકો નકારાત્મક રાય ધરાવે છે. રિપોર્ટ મુજબ, 2008 પછી અમેરિકામાં ભારત માટે આ સૌથી નીચું રેટિંગ છે અને 2023ના 51 ટકાના આંકડાથી તેમાં ઘટાડો થયો છે. રાજકીય સમીકરણોની વાત કરીએ તો, અમેરિકામાં ડેમોક્રેટ સમર્થકો (50%) રિપબ્લિકન્સ (42%) કરતા ભારત પ્રત્યે વધુ સકારાત્મક દેખાયા. સાથે જ, અમેરિકાના 54% વયસ્કોનું માનવું છે કે ભારતનો વૈશ્વિક પ્રભાવ યથાવત છે, 30% માને છે કે પ્રભાવ વધ્યો છે અને 13% ના મતે તે ઘટ્યો છે.

ઇઝરાયેલમાં પણ ભારત પ્રત્યેનો પ્રેમ ત્યાંની રાજકીય વિચારધારા સાથે જોડાયેલો દેખાયો છે. સર્વે મુજબ, વામપંખી વિચારધારા ધરાવતા 46% લોકોની ભારત પ્રત્યે સકારાત્મક રાય હતી, જ્યારે દક્ષિણપંખી વિચારધારા ધરાવતા લોકોમાં આ સમર્થન વધીને 68 ટકા સુધી પહોંચી ગયું હતું.

સંબંધિત લેખો

Most Popular