નવી દિલ્હી, 14 ઓગસ્ટ 2026: રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનાર સેનાના ખેલાડીઓ સાથે સંવાદ કર્યો. આ સ્પર્ધામાં સેનાના ખેલાડીઓએ કુલ 16 મેડલ જીત્યા હતા, જેમાં 8 ગોલ્ડ, 7 સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય રમતગમતની સ્પર્ધામાં દેશનું ગૌરવ વધારવા બદલ રક્ષામંત્રીએ ભારતીય સંરક્ષણ દળોના જવાનોની પ્રબળ ઈચ્છાશક્તિ અને દ્રઢ સંકલ્પની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે આ ખેલાડીઓ યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે.
મહિલા બોક્સરો દ્વારા ચાર સુવર્ણ ચંદ્રકો જીતવાના પ્રસંગે સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, આ સિદ્ધિ વધુને વધુ યુવતીઓને આ રમત અપનાવવા અને સંરક્ષણ દળોમાં જોડાવા માટે પ્રેરણા આપશે. તેમણે એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સ માટે ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
નેવીના ખેલાડીઓએ પણ કોમનવેલ્થ ગેમ્સમાં બે મેડલ જીત્યા.
વધુ વાંચો: દિલ્હી પોલીસે ભારત-નેપાળ ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો, 109 કરોડના ચરસ સાથે ચાર નેપાળીઓની ધરપકડ

