અમરનાથ યાત્રાનો આજથી આરંભ – પ્રથમ ટૂકડીને આજે બાબાના દર્શન માટે પહેલગામ અને બાલટાવથી લીલીઝંડી બતાવાઈ
- આજથી બાબા બર્ફાનીના કપાટ ખુલશે
 - પ્રથન ટૂકડી આજે કરશે દર્શન
 
શ્રીનગરઃ- આજે 1 લી જુલાઈના રોજથી અમરનાથ યાત્રાનો આરંભ થી રહ્યો છે આજે પ્રથમ ટૂકડી બાબા બર્ફાનીના દર્શન કરવા પહોંચી જશે ,મોટા પ્રમાણેમાં અહી ભક્તો આવતા હોય છે ત્યારે હવે પ્રથમ ટૂકડી બાબાના દર્શન કરવા માટે રવાના થઈ ચૂકી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે 1 લી જુલાઈ આજે સવારે વહિવટતંત્ર દ્રારા બાલટાલથી અમરનાથ ગુફા સુધી યાત્રાળુઓના પ્રથમ જથ્થાને લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે ડેપ્યુટી કમિશનર, ગાંદરબલ શ્યામબીર હાજર રહ્યા હતા.
આ મામલે તેમણે કહ્યું કે આજે અમે અહીંથી મુસાફરોની પ્રથમ બેચને રવાના કરી રહ્યા છીએ. હું દરેકને સુખી પ્રવાસની શુભેચ્છા પાઠવું છું. મુસાફરોને તમામ સુવિધાઓનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે. અત્યારે 7000 થી 8000 જેટલા મુસાફરો છે.જો કે હજી પણ બર્ફાનીના દર્શન કરવા માટે ભક્તોની નોંધણી ચાલુ છે. અમારા સ્વયંસેવકો મદદ કરવા માટે દરેક જગ્યાએ કાર્યરત છે.
ઉલ્લેખનીય છે કે બાબા બર્ફાની સુધી પહોંચવાનો સમગ્ર માર્ગ બાબા ભોલેના નાદથી ગુંજી ઉઠ્યો હતો. અમરનાથ યાત્રામાં મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરેક યાત્રી માટે રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ કાર્ડ વિના કોઈપણ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી રહી નથી.દક્ષિણ કાશ્મીરના પહેલગામના નુનવાન માર્ગથી પવિત્ર ગુફાનું અંતર 32 કિમી અને મધ્ય કાશ્મીરના ગાંદરબલના બાલટાલ માર્ગથી 14 કિમી દૂર છે. જેના કારણે બાલતાલ રૂટ પરથી જતા મુસાફરો એક જ દિવસમાં મુલાકાત લઈને પરત ફરે છે અને મોટાભાગના મુસાફરો આ રૂટને પ્રાથમિકતા આપે છે.
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

