1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઈ ટ્રાફિકની કામગીરીનો ભાર થશે હળવો – રાજ્યમાં 20 ઈ ટ્રાફિક કોર્ટ શરુ કરાશે
ઈ ટ્રાફિકની કામગીરીનો ભાર થશે હળવો – રાજ્યમાં 20 ઈ ટ્રાફિક કોર્ટ શરુ કરાશે

ઈ ટ્રાફિકની કામગીરીનો ભાર થશે હળવો – રાજ્યમાં 20 ઈ ટ્રાફિક કોર્ટ શરુ કરાશે

0
Social Share
રાજ્યમાં ટ્રાફિક સમસ્યા એક પડકાર છએ મોટા મોટા મહાનગરોમાં ટ્રફિકના નિયંત્રણ માટે ઈ ટ્રાફિકની કામગીર પુરજોશમાં ચાલી રહી છે.ત્યારે હવે  ઇ-ટ્રાફિકની કામગીરીના ભારણને ઓછું કરવા અંગે પણ ખાસ  નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બાબતે મળતી જાણકારી પ્રમાણે ઈ ટ્રાફિકનું ભારણ ઓછુ કરવા માટે વિવિધ જિલ્લાઓમાં ૨૦ સ્થળોએ ઇ-ટ્રાફિક કોર્ટ બનાવામાં આવશે, આ કોર્ટ  કાર્યરત બનતા ઇ-ચલણની કામગીરી સરળ બનશે. ઇ-ચલણને લગતા કોર્ટની સુનવણી જ્યુડિશયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં કરવામાં આવશે.
આ સહીત આ કોર્ટમાં ઇ-ચલણ સ્વીકારવામાં પણ આવશે. લોકો હવે ઘરે બેઠા કોર્ટની સુનાવણીમાં ભાગ લઈ શકશે. ઇ-કોર્ટની મદદથી કેસોનો ત્વરિત નિકાલ આવશે. વઘઇ, ખેરગામ, સુબિર, લીલીયા, કુકાવાવ, ખાંભા, સુઇગામ, દાંતા, ધોલેરા,  વેરાવળ, પંચમહાલ, ભાવનગર, દાહોદ, પોરબંદર, તાપી, ગીર, દાહોદ, સુરેન્દ્રનગર, પાટણ,  સાબરકાંઠા અને જુનાગઢની જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં પ્રિન્સીપલ જજ દ્વારા આ કાર્યવાહી હાથ ધરાશે.
ઉલ્લેખનીય છે કે, ચલણ ઇસ્યુ થયા બાદ ૯૦ દિવસ સુધીમાં ભરવામાં ન આવે તો કોર્ટ દ્વારા વાહનના માલિકને નોટીસ આપીને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. જેના કારણે હવે નાની મોટી સમસ્યાઓને લઈને લોકોએ આરટીઓ કે પછી અન્ય ઓફીસના ધક્કા ખાવામાં રાહત મળશે આ મામલાની દરેક બાબાત ઓનલાઈન કોર્ટ દ્રારા પતાવી શકાશે.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code