1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઉત્તર ગુજરાતમાં સતત વરસાદને પગલે દાંતીવાડા ડેમ, ધરોઈ ડેમમાં નવા પાણીની આવક
ઉત્તર ગુજરાતમાં સતત વરસાદને પગલે દાંતીવાડા ડેમ, ધરોઈ ડેમમાં નવા પાણીની આવક

ઉત્તર ગુજરાતમાં સતત વરસાદને પગલે દાંતીવાડા ડેમ, ધરોઈ ડેમમાં નવા પાણીની આવક

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન ઉપરવાસમાં વરસી રહેલા સતત વરસાદને પગલે સાબરમતી નદી અને દાંતીવાડા ડેમમાં સતત નવા પાણીની આવક થઈ છે. રાજસ્થાન વિસ્તારમાં પણ વરસાદ વરસવાને લઈ નદીઓમાં પાણીની આવક થઈ રહી છે. સાબરમતી અને દાંતીવાડા ડેમમાં સતત નવા પાણીની આવકને પગલે સ્થાનિકોમાં ખુશી ફેલાઈ છે. આ ઉપરાંત સાબરકાંઠાના વિજયનગર વિસ્તારમાં પણ સારા વરસાદને પગલે હરણાવ નદીમાં પાણીની આવક થઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં ધરોઈ ડેમથી ઉપરવાસ વિસ્તારોમાં વરસાદ સારો નોંધાતા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો હતો. આવી જ રીતે રાજસ્થાનમાં પણ સારો વરસાદ થવાને લઈ ધરોઈ બંધમાં પાણીની આવકમાં વધારો થયો હતો. સાબરકાંઠાના વિજયનગર વિસ્તારમાં પણ સારા વરસાદને પગલે હરણાવ નદીમાં પાણીની આવક થઈ હતી. જે નદી આગળ જતા સાબરમતી નદીમાં ભળવાને લઈ પાણીની આવકમાં વધારો થયો હતો.

ધરોઈ ડેમમાં હાલ સપાટી 611.2 ફુટ નોંધાઈ છે. જે રુલ લેવરથી હવે માત્ર 7 ફુટ દુર છે. એટલે કે 618 ફુટની સપાટી વટાવતા જ ડેમના દરવાજા ખોલીને આવક સામે કેટલોક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી શકે છે. જોકે સમય સ્થિતી મુજબ આ નિર્ણય લેવામાં આવી શકે છે.

ઉત્તર ગુજરાતના દાંતીવાડા ડેમ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે મોટી આશા રુપ છે. ડેમમાં સતત પાણીની આવક થવાને લઈ ડેમમાં પાણીનો જથ્થો વધવા લાગ્યો છે. બનાસ નદીમાં બે દિવસથી નોધપાત્ર પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસ વિસ્તારમાં વરસાદને લઈ બનાસનદીમાં પાણીની આવક થઈ રહી છે. આ ઉપરાંત સાબરમતી નદીમાં સતત ત્રીજા દિવસે પાણીની આવક નોંધાઈ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code