
‘અમે વૈશ્વિક અર્થતંત્રને મજબૂત કરવા માટે તૈયાર છીએ’ – ગાંઘીનગર ખાતે જી 20ની બેઠકમાં અમેરિકી નાણામંત્રીનું નિવેદન
દિલ્હીઃ- અમેરિકી નાણામંત્રી હાલ ભારતની મુલાકાતે જી 20ની બેઠકમાં આવ્યા છે ત્યારે તેમણે જણાવ્યું કે અમે વૈશ્વિક અર્થવ્યવસ્થાને મજબૂત કરવા અને વૈશ્વિક પડકારોનો સામનો કરવાના અમારા પ્રયાસોને બમણા કર્યા છે.
ઉલ્લેખનીય છે કે જી-20ની બેઠક ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ રાજ્યોના નાણા મંત્રીઓ અને રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ સાથે બેઠક કરશે. આ દરમિયાન રાજ્યપાલ, ડેપ્યુટી ગવર્નર સહિત 66 પ્રતિનિધિઓનો મેળાવડો થશે. બેઠકમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે. જેમાં ગ્લોબલ ઈકોનોમી અને ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ આર્કિટેક્ચરના વિષયો પણ સામેલ છે.
અમેરિકાના નાણામંત્રી જેનેટ યેલેન ભારતની મુલાકાતે છે. તેમણે ગુજરાતના ગાંધીનગરમાં કહ્યું હતું કે હું જી 20 કોન્ફરન્સનું આયોજન કરવા બદલ નાણામંત્રી નિર્મલા સીતારમણનો આભાર માનું છું.અર્થતંત્રને મજબૂત કરવા અને વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટેના પ્રયાસોને બમણા કર્યા છે.
અમેરિકાના નાણામંત્રી એ આ દરમિયાન, જેનેટ યેલેને યુએસ-ચીન સંબંધોમાં તાજેતરની પ્રગતિને આગળ વધારવા માટે તેમનો ઉત્સાહ વ્યક્ત કર્યો, આ સહીત યેલેને G-20 નાણા વડાઓની બેઠક પહેલાની ટિપ્પણીમાં કહ્યું કારણ કે વિવિધ દેશોના નાણા પ્રધાનો આગામી દિવસોમાં વૈશ્વિક આર્થિક પડકારો અંગે ચર્ચા કરવા ભારતમાં એકઠા થશે. ચીનમાં રોકાણ કરવા આતુર છીએ “હું આગળની કાર્યવાહી માટે બેઇજિંગમાં અમે જે પાયો નાખ્યો હતો તેના પર નિર્માણ કરવા માટે હું આતુર છું