1. Home
  2. ગુજરાતી
  3. રક્ષામંત્રીનો રાહુલ ગાંઘી પર જોરદાર શાબ્દિક વાર, કહ્યું ‘ચંદ્રયાન સફળ રીતે લોંચ થઈ ગયું પરંતુ રાહુલયાન ન તો લોન્ચ થયું ન તો લેન્ડ ‘
રક્ષામંત્રીનો રાહુલ ગાંઘી પર જોરદાર શાબ્દિક વાર, કહ્યું ‘ચંદ્રયાન સફળ રીતે લોંચ થઈ ગયું પરંતુ રાહુલયાન  ન તો લોન્ચ થયું ન તો લેન્ડ ‘

રક્ષામંત્રીનો રાહુલ ગાંઘી પર જોરદાર શાબ્દિક વાર, કહ્યું ‘ચંદ્રયાન સફળ રીતે લોંચ થઈ ગયું પરંતુ રાહુલયાન ન તો લોન્ચ થયું ન તો લેન્ડ ‘

0
Social Share

જયપુર– રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે રાજસ્થાનની મુલાકાતે પહોચ્યા હતા અહી તેમણે સભાને સંબોઘિ હતી આ દરમિયાન તેમણે ચંદ્રયાનની સફળતાની પ્રસંસા કરી હતી તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર પણ કર્યા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણેરક્ષા મંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે ‘ચંદ્રયાન’ સફળતાપૂર્વક લેન્ડ થયું પરંતુ ‘રાહુલયાન’ ન તો લોન્ચ થયું કે ન તો લેન્ડ થયું. રાજનાથ સિંહે રાજસ્થાનના જેસલમેર જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટી ની ‘પરિવર્તન યાત્રા’ના ત્રીજા તબક્કાને લીલી ઝંડી બતાવતા કહ્યું કે ‘ચંદ્રયાન’ સફળતાપૂર્વક લેન્ડ થઈ ગયું છે પરંતુ ‘રાહુલ્યાન’ ન તો લોન્ચ થશે અને ન તો ક્યારેય લેન્ડ કરશે.રામદેવરાથી શરૂ થનારી આ યાત્રા 20 દિવસમાં જોધપુર વિભાગના 51 વિધાનસભા મતવિસ્તારોને આવરી લેશે.

આ યાત્રમાં કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, પૂર્વ મુખ્યમંત્રી એમ. વસુંધરા રાજે, ચૂંટણી પ્રભારી પ્રહલાદ જોશી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.પી. જોશી, યુપી પ્રભારી ઓમ માથુર, વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડ, સંગઠન મંત્રી ચંદ્રશેખર, કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરી અને રાજ્યના પ્રભારી અરુણ સિંહ હાજર રહ્યા હતા..

આ પ્રસંગે  વધુમાં રાજનાથ સિંહે I.N.D.I.A ગઠબંધન પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે અમે પણ એક સમયે શાઈનિંગ ઈન્ડિયાનો નારો આપ્યો હતો, પરંતુ અમે હારી ગયા… તમે ભારત ગઠબંધન કર્યું છે, તમારી હાર નિશ્ચિત છે.
એટલું જ નહી રાજનાથ સિંહે કહ્યું કે વિપક્ષી ગઠબંધનની હાર નિશ્ચિત છે, ડીએમકેએ સનાતન ધર્મને નુકસાન પહોંચાડ્યું છે, કોંગ્રેસ ચૂપ છે, તેના નેતાઓ કેમ નથી જણાવતા કે સનાતન ધર્મ વિશે તેમની વિચારસરણી શું છે. તેમણે કહ્યું કે હું વિપક્ષી ગઠબંધનમાં સામેલ તમામ લોકોને કહેવા માંગુ છું કે તેઓ સનાતન ધર્મના અપમાન માટે માફી માંગે… અન્યથા આ દેશ તેમને કોઈપણ સંજોગોમાં માફ નહીં કરે.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code