1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદીએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસનું કર્યું ઉદ્ઘાટન, 22 દેશોના નેતાઓ લઈ રહ્યા છે ભાગ
પીએમ મોદીએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસનું કર્યું ઉદ્ઘાટન, 22 દેશોના નેતાઓ લઈ રહ્યા છે ભાગ

પીએમ મોદીએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસનું કર્યું ઉદ્ઘાટન, 22 દેશોના નેતાઓ લઈ રહ્યા છે ભાગ

0
Social Share

દિલ્હીઃ દેશના વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ આજરોજ શુક્રવારે  નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારતીય મોબાઈલ કોંગ્રેસ 2023ની 7મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું છે.આ ત્રણ દિવસીય ટેક ઈવેન્ટની 7મી આવૃત્તિ 6G, 5G નેટવર્ક સુધારણા, ટેલિકોમ અને અન્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. AI એપ્લિકેશન્સ, એજ કમ્પ્યુટિંગ, ઈન્ડસ્ટ્રી 4.0 અને ઈન્ડિયા સ્ટેક સંબંધિત નવી માહિતી પણ ઉપલબ્ધ થશે.

આ કાર્યક્રમ દરમિયાન, તેઓ દેશભરની શૈક્ષણિક સંસ્થાઓને 100 5G યુઝ કેસ લેબ્સ એનાયત કરતા જોવા મળ્યા છે આ લેબ્સ 100 5G લેબ્સ પહેલ હેઠળ વિકસાવવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિલાયન્સ જિયો કોર્નરની  પણ મુલાકાત લીધી હતી. આ દરમિયાન જીઓના ચેરમેન આકાશ અંબાણીએ પીએમ મોદીને IMC 2023માં કંપની દ્વારા પ્રદર્શિત નવા ઉત્પાદનો અને ઉકેલો વિશે જણાવ્યું.

પીએમ મોદીએ આ વર્ષની ઇવેન્ટમાં એરટેલ અને એરિક્સન દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલી નવી ટેક્નોલોજી પર પણ એક નજર નાખી.ઉલ્લેખનીય છે કે આ ઈવેન્ટમાં જીઓ,એરટેલ  અને વોડાફોન-આઈડિયા જેવી ટેલિકોમ કંપનીઓ તેમના નવા 5G ઉપયોગના કેસો પ્રદર્શિત કરશે, તેમની એપ્લીકેશન અને સેવાઓનું પ્રદર્શન કરશે જે આગામી થોડા વર્ષોમાં ગ્રાહકો માટે ઉપલબ્ધ થઈ શકે છે

100 5G લેબ્સ પહેલ એ 5G એપ્લિકેશનના વિકાસને પ્રોત્સાહિત કરીને 5G ટેક્નોલોજી સાથે સંકળાયેલી તકોને સાકાર કરવાનો પ્રયાસ છે જે ભારતની અનન્ય જરૂરિયાતો તેમજ વૈશ્વિક માંગ બંનેને પૂર્ણ કરે છે. તે શિક્ષણ, કૃષિ, આરોગ્ય, વીજળી અને પરિવહન જેવા વિવિધ સામાજિક-આર્થિક ક્ષેત્રોમાં નવીનતાને પ્રોત્સાહન આપશે.
ઉલ્લેખનીય છે કે દેશમાં 6G સાથેના શૈક્ષણિક અને સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમના નિર્માણ માટે પણ આ પહેલ એક મહત્વપૂર્ણ પગલું છે.AI એપ્લિકેશન્સ, એજ કમ્પ્યુટિંગ, ઈન્ડસ્ટ્રી 4.0 અને ઈન્ડિયા સ્ટેક સંબંધિત નવી માહિતી પણ ઉપલબ્ધ થશે. IMC 2023 બ્રોડકાસ્ટ, સેટેલાઇટ કોમ્યુનિકેશન, મેન્યુફેક્ચરિંગ અને સેમિકન્ડક્ટર્સ જેવા સંબંધિત ટેક્નોલોજી ડોમેન્સનું પ્રદર્શન કરી રહ્યું છે.
tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code