ભારતના લોકોમાં અમેરિકાની વિઝાની સતત વધતી માગ, માત્ર 1 મહિનામાં 90 હજાર વિદ્યાર્થીઓ ને વિઝા મળ્યાં
દિલ્હી=- આજકાલ ભારતના લોકો વિદેશ તરફ વધુ વળી રહ્યા છે ખાસ કરીને લોકો અમેરીકા વધુ જવા માંગતા હોય છે જેને લઈને દિવસેને દિવસે ભારતીયો અમેરિકામાં વધુ વસવાટ કરતાં થાય છે ત્યારે ભારતીયોમાં અમેરિકન વિઝાની ભારે માંગ છે.
વિઝાની ભારે માંગને કારણે ભારતીયોને અમેરિકન વિઝા માટે લાંબો સમય રાહ જોવી પડે છે. આ જ કારણ છે કે અમેરિકી સરકારે ભારતીયોને અમેરિકી વિઝા આપવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે આવા ઘણા પગલાં લીધા છે.
આ પહેલ હેઠળ સોમવારે ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગારસેટી પોતે દિલ્હીમાં યુએસ મિશન પહોંચ્યા અને ત્યાંનું કામ જોયું. યુએસ એમ્બેસીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે યુએસ એમ્બેસેડર સુપર શનિવારના રોજયુએસ મિશન પર વિશેષ અતિથિ તરીકે પહોંચ્યા અને વિઝા અરજદારોની મદદ કરી.
આ સાથે જ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં, યુએસ એમ્બેસીએ લખ્યું છે કે ‘યુએસ વિઝિટર વિઝાની અભૂતપૂર્વ માંગને પહોંચી વળવા માટે નવી દિલ્હીમાં અમારી કોન્સ્યુલર ટીમ આ સપ્તાહના પ્રારંભમાં કામ પર પહોંચી ગઈ છે. આ સમય દરમિયાન, એમ્બેસેડર એરિક ગારસેટી, વિશેષ અતિથિ તરીકે, વધારાના વિઝા અરજદારોને મદદ કરી હતી .
એમ્બેસેડર એરિક ગારસેટીએ આ અંગે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે કોન્સ્યુલર ટીમ સાથે કામ કરીને તેમને આનંદ થયો. ઉલ્લેખનીય છે કે ભારતીયોમાં અમેરિકન વિઝાની માંગનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જુલાઈ-ઓગસ્ટમાં જ 90 હજાર ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકન વિઝા આપવામાં આવ્યા છે. આનો અર્થ એ છે કે સમગ્ર વિશ્વમાં યુ.એસ. દ્વારા જારી કરવામાં આવતા દર ચાર સ્ટુડન્ટ વિઝામાંથી એક વિઝા ભારતીય વિદ્યાર્થીને આપવામાં આવે છે.
વિઝા પ્રક્રિયાને સરળ બનાવવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે એરિક ગારસેટીએ તાજેતરમાં અહેવાલ આપ્યો છે કે પ્રથમ વખત પ્રવાસી વિઝા પર યુએસની મુલાકાત લેતા લોકોના વિઝા ઇન્ટરવ્યુમાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અમેરિકાએ વર્ષ 2023માં ઓછામાં ઓછા 10 લાખ વિઝા આપવાનું લક્ષ્ય રાખ્યું છે.