
PM મોદીએ વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ, યોજનાઓનો લાભ બદલ લાભાર્થીઓ પાસે માંગ્યા આશીર્વાદ
દિલ્હી- આજરોજવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ’વિકાસ ભારત સંકલ્પ યાત્રા’ના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ રીતે વાતચીત કરી હતી. પીએમ મોદી જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા 10,000 થી વધારીને 25,000 કરવાનો કાર્યક્રમ શરૂ કરશે.
આ દરમિયાન જ્યારે પીએમ મોદીએ અરુણાચલના એક લાભાર્થી સાથે વાત કરી તો તેમણે પીએમ અને સરકારના ખૂબ વખાણ કર્યા. તેણે કહ્યું કે સરકારે મને મકાન બનાવવામાં ઘણી મદદ કરી. આ સાંભળીને પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે તમને ફાયદો થયો હોવાથી હવે મારે પણ તમને આશીર્વાદ આપવા પડશે.
આ સહિત આ અગાઉ, કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે આ યાત્રામાં અમે એવા તમામ લાભાર્થીઓને સામેલ કરીશું અને જાણ કરીશું જેઓ મોદીજી દ્વારા તેમના ઉત્થાન અને કલ્યાણ માટે આપવામાં આવેલી સુવિધાઓથી અજાણ છે.
આ સહિત આ કાર્યક્રમ દરમિયાન તેઓ વડાપ્રધાન મહિલા કિસાન ડ્રોન કેન્દ્રનું ઉદ્ઘાટન પણ કરશે. આ પહેલા બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.