1. Home
  2. ગુજરાતી
  3. તેલંગાણામાં આપખુદશાહીનો અંત અને જનતાની સરકાર બની છેઃ સીએમ રેડ્ડી
તેલંગાણામાં આપખુદશાહીનો અંત અને જનતાની સરકાર બની છેઃ સીએમ રેડ્ડી

તેલંગાણામાં આપખુદશાહીનો અંત અને જનતાની સરકાર બની છેઃ સીએમ રેડ્ડી

0
Social Share

બેંગ્લોરઃ તેલંગાણાના નવા મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ શપથ લીધા બાદ કહ્યું હતું કે, રાજ્યની રચના બલિદાન દ્વારા કરવામાં આવી છે. લોકોએ ભૂતપૂર્વ સીએમ કેસીઆરની દાયકા જૂની આપખુદશાહીનો અંત લાવ્યો છે. આવી સ્થિતિમાં જનતાની સરકાર બની છે. એ રેવન્ત રેડ્ડીએ કહ્યું, “રાજ્યના સીએમ તરીકે હું વચન આપું છું કે લોકો અમારી સરકારમાં ભાગીદાર હશે. અમે શાસક નથી પણ સેવક છીએ. રાજ્યનો વિકાસ કરાશે.”

તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે. દરમિયાન આજે રાજ્યપાલે રેવંત રેડ્ડીએ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યાં હતા. આ ઉપરાંત કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા હતા. દરમિયાન રેવન્ત રેડ્ડીએ માહિતી આપી હતી કે મુખ્યમંત્રી કાર્યાલય-કમ-સત્તાવાર-નિવાસ ‘પ્રગતિ ભવન’નું નામ બદલીને ‘જ્યોતિબા ફૂલે પ્રજા ભવન’ કરવામાં આવ્યું છે. 8 ડિસેમ્બરના રોજ સવારે 10 કલાકે જ્યોતિબા ફૂલે પ્રજા ભવન ખાતે પ્રજા દરબાર યોજાશે. દરમિયાન રેડ્ડીએ બે ફાઇલો પર સહી પણ કરી હોવાનું જાણવા મળે છે. આમાં, પ્રથમ છ ચૂંટણી ગેરંટી લાગુ કરવા સંબંધિત છે અને બીજો અપંગ મહિલાને નોકરી આપવા સાથે સંબંધિત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના નેતા રેવંત રેડ્ડી તેલંગાણાના નવા મુખ્યમંત્રી બન્યાં છે. હૈદરાબાદના એલબી સ્ટેડિયમમાં આયોજીત ભવ્ય કાર્યક્રમમાં તેલંગાણાના રાજ્યપાલ ટી સૌંદરરાજનને તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યાં હતા. આ શપથવિધી સમાહોરમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કોંગ્રેસના સીએમ સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડી શિવકુમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code