
ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે બંધ, તમામ સેક્ટરમાં તેજી
મુંબઈઃ ભારતીય શેર બજારમાં સતત 3 દિવસની મંદી બાજે શુક્રવારે લીલા નિશાન સાથે બંધ થયું હતું. સેંસેક્સ 496.37 પોઈન્ટના વધારા લાથે 71638.23ના લેવલે બંધ રહ્યો હતો. આમ સેંસેક્સમાં 0.7 ટકાનો વધારો થયો હતો. જ્યારે નિફ્ટી પણ 160.15 પોઈન્ટના વધારા સાથે 21622 પોઈન્ટ ઉપર બંધ થયું હતું. આમ નિફ્ટીમાં પણ 0.75 ટકાનો વધારો થયો હતો. આવતીકાલે શનિવારે પણ શેરબજાર ચાલુ રહેશે.
ભારતીય શેર બજારમાં આજે મિડકેપ અને સ્મોલકેપ શેરમાં ખરીદી રહી હતી. જ્યારે બેંકિગ શેરમાં ભારે દબાણ જોવા મળ્યું હતું. પીએસઈ, ઈન્ફ્રા, મેટર શેરોમાં ખરીદી રહી હતી. જ્યારે એનર્જી, ઓટો ઈન્ડેક્સ લીલા ઉપર બંધ રહ્યું હતું. આઈટી, રિયલ્ટી અને ફાર્મા કંપનીઓના શેરમાં તેજીનો માહોલ રહ્યો હતો. નિફ્ટીમાં આજે ઓએનજીસી, ભારતી એરટેલ, એનટીપીસી, ટેક મહિન્દ્રા અને એસબીઆઈ લાઈફ ઈન્સો. ટોપ ગેનર રહ્યાં હતા. જ્યારે ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક અને એસબીઆઈ ટોપ લુઝર રહ્યાં હતા. આજે તમામ સેકેટર લીલા નિશાન સાથે બંધ થયાં હતા. ઓટે, કેપિટલ ગુડ્સ, આઈટી, એફએમસીજી, મેટલ, ઓઈલ એન્ડ ગેસ અને પાવર ઈન્ડેક્સમાં 1થી 2 ટકાનો વધારો થયો હતો. જ્યારે બીએસઈનો મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો.
વૈશ્વિક મંદીને પગલે ભારતીય શેરબજારમાં સતત ત્રણ દિવસ મંદી જોવા મળી હતી. જેથી રોકાણકારોના 4 લાખ કરોડથી વધુ રૂપિયાનું ધોવાણ થયું હતું. જો કે, આજે સવારે BSE 600 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યું હતું. જ્યારે એનએસઈમાં પણ 150 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો.