1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં ગોંડલ, રાજકોટ, ભાવનગર, ઊંઝા, અને થરાદ સહિત માર્કેટ યાર્ડ્સ અઠવાડિયા સુધી બંધ રહેશે
ગુજરાતમાં ગોંડલ, રાજકોટ, ભાવનગર, ઊંઝા, અને થરાદ સહિત માર્કેટ યાર્ડ્સ અઠવાડિયા સુધી બંધ રહેશે

ગુજરાતમાં ગોંડલ, રાજકોટ, ભાવનગર, ઊંઝા, અને થરાદ સહિત માર્કેટ યાર્ડ્સ અઠવાડિયા સુધી બંધ રહેશે

0
Social Share

અમદાવાદઃ હોળી-ધૂળેટી તેમજ માર્ચ મહિનાનો એન્ડિંગ હોવાથી ગુજરાતના મોટાભાગના માર્કેટિંગ યાર્ડ અઠવાડિયા સુધી રજા પાળશે. જેમાં સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડ, તેમજ રાજકોટ, ભાવનગર, ઊંઝા, થરાદ સહિતના માર્કેટ યાર્ડનો સમાવેશ થાય છે. રાજ્યના ગોંડલ, રાજકોટ સહિતના માર્કેટ યાર્ડ્સ આગામી રવિવાર અને સોમવારના હોળી – ધુળેટીના પર્વને લઈને તેમજ 26 થી 31 માર્ચ સુધી યાર્ડના વાર્ષિક હિસાબ કિતાબ તેમજ અન્ય કામકાજને લીધે રજા રાખશે. જ્યારે ઊંઝા માર્કેટ યાર્ડ ૨૪ માર્ચથી લઈને 1 એપ્રિલ સુધી બંધ રહેશે. માર્કેટિંગ યાર્ડમાં તમામ પ્રકારની જણસીની આવક તેમજ હરાજીને લગતા તમામ કામકાજ બંધ રહેશે.

સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની વિપુલ પ્રમાણમાં આવકને લઈને મોખરાનું સ્થાન ધરાવે છે. ત્યારે આગામી ધાર્મિક તહેવારો તેમજ માર્ચ એન્ડિંગને લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડ 8 દિવસ કામકાજ બંધ રહેશે. જ્યારે એશિયાનું સૌથી મોટું ઊંઝા માર્કેટયાર્ડ પણ આગામી 9 દિવસ બંધ રહેશે.  ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા જણાવાયું છે કે, આગામી રવિવાર અને સોમવારના હોળી – ધુળેટીના પર્વને લઈને તેમજ 26 થી 31 માર્ચ સુધી યાર્ડના વાર્ષિક હિસાબ કિતાબ તેમજ અન્ય કામકાજને લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમામ પ્રકારની જણસીની આવક તેમજ હરાજીને લગતા તમામ કામકાજ બંધ રહેશે. જ્યારે રાજકોટ અને ભાવનગરના માર્કેટ યાર્ડ પણ 23થી 31મી સુધી રજા રાખશે,

ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવકથી ઉભરાતું હોય છે. ત્યારે પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ હોળી-ધુળેટીનો પર્વ તેમજ માર્ચ એન્ડિંગને લઈને જાહેર હરાજી સહિત યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે. માત્ર હોળી – ધુળેટીના તહેવાર બાદ ગોંડલ માર્કેટિંગ યાર્ડની ઓફીસનું કામકાજ ચાલુ રહેશે.  સૌરાષ્ટ્રભરમાંથી આવતા ખેડૂતો, વેપારીઓ, વાહન માલિકો 24 માર્ચને રવિવારથી 31 માર્ચ રવિવાર સુધી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસીની આવકો તેમજ હરાજીને લાગતા તમામ કામકાજ બંધ રાખવામાં આવ્યા છે. જેની દરેકે નોંધ લેવી. તેમજ યાર્ડના સત્તાધીશો દ્વારા આવકને લઈને કોઈ જાહેરાત ના કરવામાં આવે ત્યાં સુધી તમામ પ્રકારની જણસીની આવક બંધ કરવામાં આવે છે.

એશિયાનું સૌથી મોટું ઊંઝા માર્કેટયાર્ડ પણ આગામી 9 દિવસ બંધ રહેશે. ઊંઝા માર્કેટ યાર્ડ ૨૪ માર્ચથી લઈને 1 એપ્રિલ સુધી બંધ રહેશે. માર્ચ મહિનાના હિસાબી કામકાજ માટે હરાજીનું કામકાજ બંધ રહેશે. 2 એપ્રિલથી રાબેતા મુજબ માર્કેટ યાર્ડ શરૂ થશે. ઊંઝા માર્કેટ યાર્ડ વેપારી એસોસિયેશન અને ઊંઝા વેપારી મંડળની માંગણીને લઈ APMC એ આ નિર્ણય લીધો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code