1. Home
  2. revoinews
  3. ક્રિકેટ મેદાનમાં ઘુસેલા શ્વાસ સાથે અયોગ્ય વર્તન, એનિમલ એક્ટિવિસ્ટે કરી દંડની માંગ!
ક્રિકેટ મેદાનમાં ઘુસેલા શ્વાસ સાથે અયોગ્ય વર્તન, એનિમલ એક્ટિવિસ્ટે કરી દંડની માંગ!

ક્રિકેટ મેદાનમાં ઘુસેલા શ્વાસ સાથે અયોગ્ય વર્તન, એનિમલ એક્ટિવિસ્ટે કરી દંડની માંગ!

0
Social Share

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચના થોડાક વિડિયો સામે આવ્યા છે. જ્યા એક શ્વાન મેદાનમાં દેખાયું હતુ. ઘણા વિડિયોઝમાં મેદાનના સુરક્ષાકર્મી કુતરાને પકડવા પાછળ ભાગતા દેખાયા છે. આ દરમિયાન સુરક્ષાકર્મી કુતરા સાથે ખરાબવર્તન કરતા નજર પડ્યાં હતા. જેના પર હવે હોબાળો મચી ગયો છે.

હવે આ મામલા પર એનિમલ એક્ટેવિટિસ્ટએ અવાજ ઉઠાવતા સુરક્ષાકર્મી પર દંડ વસૂલવાની માંગ કરી હતી. એનિમલ એક્ટિવિસ્ટના તરફથી કહેવામાં આવ્યુ હતુ કે, આ મામલામાં ધરપકડ ન કરી શકાય, પણ ઓછામાં ઓછો દંડ વસૂલ કરવામાં આવે. સાથે જ વાયરલ વિડિયોમાં જોવા મળે છે કે, કુતરાનો પીછો કરતા સમયે સુરક્ષાકર્મીએ કુતરાને લાત મારવાની કોશિશ કરી રહ્યા છે. સુરક્ષાકર્મીએ લાત સાથે ઘુસા પણ કુતરાને મારવાની કોશિશ કરી હતી. વિડિયોમાં જોવા મળે છે કે કુતરુ સતત ભાગતુ દેખાઈ રહ્યુ છે.

ઘટના અંગે PETA ઈન્ડિયાએ જણાવ્યું કે તેઓ શેરી કૂતરાનો પીછો કરવા, લાત મારવા અને મુક્કા મારવાની સખત નિંદા કરે છે. વધુમાં કહેવામાં આવ્યું હતું કે કૂતરો ભૂલથી મેદાનમાં ઘુસી ગયો હતો અને આટલા લોકોને જોઈને કદાચ ડરી ગયો હતો. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે જો આ કેસમાં લોકોની ધરપકડ કરી શકાતી નથી તો તેમને દંડ ભરવો જ જોઈએ અને સ્ટેડિયમ અધિકારીઓએ આવી ઘટનાઓને પહોંચી વળવા માનવીય રીત અપનાવવી જોઈએ અને ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code