1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં મોરબી ખાતે પાટિદાર સમાજનું વિશાળ સંમેલન યોજાયું,
કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં મોરબી ખાતે પાટિદાર સમાજનું વિશાળ સંમેલન યોજાયું,

કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં મોરબી ખાતે પાટિદાર સમાજનું વિશાળ સંમેલન યોજાયું,

0
Social Share

મોરબીઃ કાજલ હિંદુસ્તાની પોતાના વિવાદાસ્પદ ઉચ્ચારણોને કારણે વિવાદમાં રહેતા હોય છે. કેટલાક દિવસ અગાઉ કાજલે મોરબીના પાટીદાર સમાજની દીકરીઓ પર કરેલી ટિપ્પણીનો વિવાદ વધુ વકરી રહ્યો છે. અગાઉ પોલીસ મથકમાં અરજી કરવા ઉપરાંત પાટીદાર સમાજે રેલી કાઢી આવેદન પાઠવી માફીની માગ કરી હતી. છતાં કાજલ હિંદુસ્તાનીએ માફી નહિ માંગતા મોરબીમાં પાટીદાર સમાજે મહાસંમેલન યોજ્યું હતું. વિશાળ સંખ્યામાં મળેલા પાટિદારોના સંમેલનમાં  કાજલ હિંદુસ્તાની માફી ના માગે ત્યાં સુધી પાટીદાર સમાજના સ્ટેજ પર સ્થાન નહિ આપવા તેમજ કોર્ટમાં અલગ અલગ ફરિયાદો કરવા સહિતની કાર્યવાહી કરવાનો નિર્ણય કરાયો હતો. આ સંમેલનમાં પાટીદાર સમાજના અગ્રણીએ કાજલ હિંદુસ્તાનીને કાફર પાકિસ્તાનીનું ઉપનામ આપ્યું હતું.

મોરબી શહેરના બાપા સીતારામ ચોકમાં પાટીદાર સમાજનું મહા સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજનાં લોકો ઉમટી પડ્યા હતા. સમાજના અગ્રણીઓ, સંસ્થાના અગ્રણીઓ અને સિરામિક એસો.ના હોદ્દેદારો સહિતના પાટિદાર આગેવાનો મહાસંમેલનમાં જોડાયા હતા. સંમેલનમાં કાજલ હિંદુસ્તાનીએ કરેલી અભદ્ર ટિપ્પણી અંગે રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો. પાટીદાર સમાજે એકસૂરે માફીની માગ કરી હતી. આ મહાસંમેલનમાં પાટીદાર અગ્રણી ટી.ડી.પટેલે જણાવ્યું હતું કે, કાજલ હિંદુસ્તાનીએ હિન્દુની દીકરી થઈને હિંદુ દીકરીઓ પર જે વાણી વિલાસ કર્યો છે જે હિંદુ સંસ્કૃતિનાં લક્ષણ નથી. આજથી અમે કાજલ હિંદુસ્તાનીને કાફર પાકિસ્તાની કહીશું. તેમજ જ્યાં સુધી માફી નહિ માંગે ત્યાં સુધી પાટીદાર સમાજના એકપણ કાર્યક્રમમાં સ્ટેજ પર સ્થાન ના આપવું તેવી પાટીદાર સમાજને અપીલ કરી હતી.

ઉમા મહિલા સંગઠન સમિતિ સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ, સરોજબેન મારડિયાએ જણાવ્યું હતું કે, સુરતની સભામાં કાજલ હિંદુસ્તાનીએ મોરબી પાટીદાર સમાજની દીકરીઓ અને કોલેજની વિદ્યાર્થિનીઓ પર જે ગંભીર આક્ષેપો કર્યા તે નિંદનીય છે. આવી ઘટના મોરબીમાં બની જ નથી. કાજલબેન ભૂલ થઇ છે તે સ્વીકારી લો, મોટા અગ્રણીઓ પોતાના નિવેદન પરત લેતા હોય છે તો તેઓ કેમ માફી માંગતાં નથી. ભૂલ સ્વીકારી માફી માંગે તેવી પાટીદાર સમાજની માગ છે. ભૂલ નહિ સ્વીકારે તો આવનાર દિવસોમાં વડીલો અને આયોજકો જે કાર્યક્રમો યોજશે તેમાં સમાજ સાથે રહેશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code