અમદાવાદઃ છોટા ઉદેપુર જિલ્લામાં ડુંગર નવડાવવાની અંધશ્રધ્ધાના પગલે રાષ્ટ્રીય સંપત્તિને થતુ નુકસાન અટકાવવા અને પર્યાવરણની જાળવણી કરવા વન વિભાગે અપીલ કરી છે. છોટા ઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસી સમાજમાં ડુંગર નવડાવવાની માનતા રખાતી હોય છે જેમાં ડુંગર પર આગ લગાવવામાં આવે છે. આ આગ બાદમાં વિકરાળ સ્વરુપ ધારણ કરે છે અને તેનાથી જંગલમાં વસતા પશુઓ ભયભીત થઈને માનવ વસતી તરફ આવી ચડે છે. ઘણી અલભ્ય વનસ્પતિ પણ આ આગમાં બળીને ખાખ થઈ જાય છે. છોટા ઉદેપુરની ભુમિ પર મહુડાના વૃક્ષો સચવાયેલા છે અને મહુડાના ફુલ તેમજ ડાળીમાંથી સ્થાનિક આદિવાસીઓ હજારો રુપિયાની કમાણી પણ કરતા હોય છે ત્યારે આ પ્રકારે ડુંગર નવડાવવાની માનતા નહી રાખવા જંગલ વિભાગે અપીલ કરી છે.
દરમિયાન ઉત્તર ગુજરાતના જંગલમાં રવિવારે આગની ઘટના બની હતી. બનાસકાંઠા જિલ્લા મા આવેલો દાંતા તાલુકો પહાડી અને જગલ વિસ્તાર થી ઘેરાયેલો છે. દાંતા અને અંબાજી ના ચારે બાજુ પહાડો અને જંગલ વિસ્તાર આવેલો છે. દાંતા તાલુકો જંગલ અને પહાડી વિસ્તાર હોવાના કારણે અનેકો જંગલી જીવ જંતુઓ પણ વસવાટ કરે છે. હાલ ગર્મી નો પ્રકોપ જોવા મળી થયો છે.ત્યારે ગર્મી મા અનેકો જગ્યાએ પહાડો અને જંગલ વિસ્તાર મા આગ લાગવા ની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે દાંતા તાલુકા ના જંગલ વિસ્તાર મા આગ લાગવા ની ધટના ફરી સામે આવી છે. બપોર અંબાજી નજીક આવેલા પીપળા વાળી ગામ પાસે જંગલ મા આગ લાગવા ની ધટના સામે આવી છે. અંબાજી થી દાંતા હાઈવે માર્ગ ઉપર પીપળા વાળી ગામ પાસે ના જંગલ મા આગ ના દ્રશ્યો સામે આવ્યા છે. આગ લાગવા ના કારણે દૂર દૂર થી ધુમાડા ના ગોટે ગોટા જોવા મળ્યા હતા. જેથી આ આગનુ વિકરાળ રૂપ જોવા મળ્યુ હતું. જંગલ વિસ્તાર હોવાના કારણે આગ લાગવાથી ઘણા જીવજંતુ બળી જાય તેવી સંભાવના જોવા મળી રહી છે. દાંતા ના પીપળા વાળી ના જંગલમાં આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. ગરમી મા જંગલ વિસ્તારો મા આગ લાગવા પર રોકવા માટે વન વિભાગ યોગ્ય પગલા ભરવા જોઇએ તેથી જંગલ અને જંગલી જાનવરો સુરક્ષિત રહી શકે.