1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ કાંડ બાદ ખેડબ્રહ્મા વહીવટીતંત્ર દ્રારા હાઈરાઈઝ બિલ્ડીંગમાં તપાસ હાથ ધરાઈ
રાજકોટ કાંડ બાદ ખેડબ્રહ્મા વહીવટીતંત્ર દ્રારા હાઈરાઈઝ બિલ્ડીંગમાં તપાસ હાથ ધરાઈ

રાજકોટ કાંડ બાદ ખેડબ્રહ્મા વહીવટીતંત્ર દ્રારા હાઈરાઈઝ બિલ્ડીંગમાં તપાસ હાથ ધરાઈ

0
Social Share

ખેડબ્રહ્મા : રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં સજાઁયેલ અગ્નિકાંડમાં 30 ની જીંદગી હોમાયા બાદ રાજ્ય સરકાર સફાળી જાગીને SIT ની રચના કરીને કડક તપાસના આદેશ આપ્યા બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ હાઈરાઈઝ બિલ્ડીંગોમાં ફાયર સેફટીનુ કડક ચેકીંગ હાથ ધરવા આદેશો છોડયા બાદ તેના પડઘા સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં પણ પડતાં ખેડબ્રહ્મા વહીવટીતંત્રએ કડક તપાસ હાથ ધરી હતી.

ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી એન.ડી.પટેલના વડપણ હેઠળ ખેડબ્રહ્મા મામલતદાર એન.ટી.પરમાર, પી.ડબલ્યુ.ડી. ના ડેપ્યુટી એન્જીનીયર દિલીપ ચૌધરી, યુજીવીસીએલ ના ડેપ્યુટી એન્જીનીયર બારીયા, પોલીસ ઈન્સ્પેકટર સાધુ, ચીફ ઓફીસર સાવન રતાણી તથા તેમની ટીમોએ ખરા બપોરે યાત્રાધામ અંબિકા માતાજી મંદિરની ધમઁશાળા, નવીન ગેસ્ટ હાઉસમાં ફાયર સેફટી તથા એન્ટ્રી-એકઝીટ, ભોજન શાળા, મંદિર સંકુલ તથા પરિસરમાં ખુલ્લા વીજ વાયરોનુ ચેકીંગ હાથ ધરીને જરુરી સુચનો કયાઁ હતા.

ત્યારબાદ શહેરમાં આવેલ હોટલ રઘુછાયા, હોટલ બ્લ્યુમુનમાં સમગ્ર તંત્રએ સરકારના આદેશ મુજબ ચેકીંગ હાથ ધરતાં બંને હોટલોમાં પણ તમામ સુવિધાઓ અને ફાયર સેફ્ટી ના ઈન્સ્ટ્રુમેન્ટ સંતોષકારક હોવાનુ જણાયુ હતુ તેવુ ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી એન.ડી.પટેલે વધુમાં જણાવતાં કહ્યુ હતુ કે જ્યાં હાલ આમ જનતાની વધુ અવર જવર રહેતી હોય ત્યાં રુટીન ચેકીંગ હાથ ધયુઁ હતુ અને ભવિષ્યમાં લોકોને કોઈ તકલીફ ના પડે તે માટે મંદિર તથા હોટલ માલીકોને નાના મોટા સુચનો કયાઁ હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code