1. Home
  2. ગુજરાતી
  3. પ્રભાસનો જન્મ દિવસ, ફિલ્મ અભિનેતાનું સાચુ નામ ઉપ્પલાપતિ વેંકટ સૂર્યનારાયણ પ્રભાસ રાજુ છે
પ્રભાસનો જન્મ દિવસ, ફિલ્મ અભિનેતાનું સાચુ નામ ઉપ્પલાપતિ વેંકટ સૂર્યનારાયણ પ્રભાસ રાજુ છે

પ્રભાસનો જન્મ દિવસ, ફિલ્મ અભિનેતાનું સાચુ નામ ઉપ્પલાપતિ વેંકટ સૂર્યનારાયણ પ્રભાસ રાજુ છે

0
Social Share

બાહુબલી ફિલ્મથી હિન્દી ફિલ્મ જગતમાં જાણીતો બનેલો સાઉથના સુપર સ્ટાર પ્રભાસ 23 ઓક્ટોબરે જન્મ દિવસ છે. અભિનેતા 44 વર્ષના થશે. આજે વિશ્વભરમાં પ્રભાસ તરીકે જાણીતા અભિનેતાનું સાચું નામ કંઈક અલગ છે. પ્રભાસ લોકપ્રિય ફિલ્મ નિર્માતા યુ. સૂર્યનારાયણ રાજુના પુત્ર છે. તેમનું સાચું નામ ઉપ્પલાપતિ વેંકટ સૂર્યનારાયણ પ્રભાસ રાજુ છે.

પ્રભાસે ફિલ્મ ‘સાહો’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હોવાનું મનાય છે. પરંતુ એવું નથી, હકીકતમાં પ્રભાસે સોનાક્ષી સિન્હા અને અજય દેવગનની ફિલ્મ ‘એક્શન જેક્સન’માં કેમિયો કર્યો હતો. આ ફિલ્મના ગીત ‘મસ્ત પંજાબી’માં તે સોનાક્ષી સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. અભિનયમાં પોતાની ઓળખ બનાવનાર પ્રભાસ શરૂઆતમાં એક્ટર બનવા માંગતો ન હતો. બહુ ઓછા લોકો જાણે છે કે, તે પોતાનો હોટલ બિઝનેસ શરૂ કરવા માંગતો હતો. વાસ્તવમાં પ્રભાસને ખાવાનો ખૂબ જ શોખ છે. તેથી જ તેનું સ્વપ્ન હોટેલિયર બનવાનું હતું. જો બોલિવૂડ બબલની વાત માનીએ તો તેની ફેવરિટ ડિશ ચિકન બિરયાની છે.

ફૂડ લવર હોવા ઉપરાંત પ્રભાસને ટ્રાવેલ કરવાનું પણ પસંદ છે. રિપોર્ટ્સનું માનીએ તો તે પોતાની ફિલ્મોની રિલીઝ પહેલા વિદેશ જતો રહે છે. ‘રાધે શ્યામ’ની રિલીઝ પહેલા વેકેશન માટે ઈટાલી ગયો હતો. ‘આદિપુરુષ’ની રિલીઝ પહેલા તેઓ યુએસએ ગયા હતા. તેનું પ્રિય વેકેશન સ્થળ યુરોપ છે.

પ્રભાસે તેની બ્લોકબસ્ટર ફિલ્મ ‘બાહુબલી’ ફ્રેન્ચાઈઝીને કુલ 3.5 વર્ષ આપ્યા હતા. તેણે લગભગ 600 દિવસ સુધી તેનું શૂટિંગ કર્યું હતું. ‘બાહુબલીઃ ધ બિગિનિંગ’ વિશે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રભાસે કહ્યું હતું કે, ‘રાજામૌલી માટે, મેં બાહુબલી પર ચાર વર્ષથી વધુ સમય પસાર કર્યો હતો. હું આ પ્રોજેક્ટ માટે તેમના માટે સાત વર્ષ સમર્પિત કરવા તૈયાર હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code