
ડ્રાઈવિંગ લાઈસન્સ ગુમ અથવા ખોવાઈ જાય તો ડુપ્લિકેટ લાઈસન્સ માટે આટલુ કરો
જ્યારે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ (DL) ગુમ થઈ જાય ત્યારે તમે મુશ્કેલીમાં મુકાઈ જાવ છો. ડ્રાઇવિંગ લાઇસન્સ વિના તમે વાહન ચલાવી શકતા નથી એનું ટેન્શન. જો તમે વાહન ચલાવશો, તો પોલીસ દંડ ફટકારશે. આજકાલ, તમે ડિજીલોકર અને એમ-પરિવહન એપમાં ઇ-ફોર્મેટમાં લાયસન્સ સહિત ઘણા દસ્તાવેજો રાખી શકો છો, જેની માન્યતા મૂળ દસ્તાવેજ જેટલી જ છે. જોકે, જો તમારી પાસે ઈ-ફોર્મેટમાં લાઇસન્સ નથી, તો અમે તમને કેટલાક પગલાં જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે સરળતાથી ડુપ્લિકેટ લાઇસન્સ મેળવી શકો છો.
ડ્રાઇવિંગ લાઇસન્સ ખોવાઈ જવાના કે ચોરાઈ જવાના કિસ્સામાં, તમારે પહેલા નજીકના પોલીસ સ્ટેશનમાં ડ્રાઇવિંગ લાઇસન્સ ખોવાઈ જવાની FIR નોંધાવવી જોઈએ અને તેની એક નકલ પણ તમારી પાસે રાખવી જોઈએ જે ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે છે. આ પછી તમે ફરીથી DL મેળવવા માટે અરજી કરી શકો છો. આ માટે, તમારે સરકારના ટ્રાન્સપોર્ટ પોર્ટલની મુલાકાત લેવી પડશે, ત્યારબાદ તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ સેવાઓ પસંદ કરવી પડશે અને ડુપ્લિકેટ DL માટે અરજી કરવાનો વિકલ્પ પસંદ કરવો પડશે. આ પછી, તમારું રાજ્ય પસંદ કરો અને વિગતો ભરો.
તમારે FIR ની નકલ સાથે આધાર અથવા PAN, પાસપોર્ટ સાઇઝનો ફોટો સબમિટ કરવાનો રહેશે. આ દસ્તાવેજો સબમિટ કર્યા પછી, તમારે 200 થી 500 રૂપિયા સુધીની ફી પણ જમા કરાવવાની રહેશે. આ દસ્તાવેજો તમારા ઘરની નજીકના RTO માં સબમિટ કરો. ચકાસણી પછી, તમારું ડુપ્લિકેટ DL પોસ્ટ દ્વારા તમારા ઘરે મોકલવામાં આવે છે અથવા તમે તેને ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો.