
પશ્ચિમ બંગાળમાં નકલી પાસપોર્ટ કાંડનો પર્દાફાશ: ED એ કરી 400 બાંગ્લાદેશી ઘુસણખોરોની ઓળખ
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં અवैધ બાંગ્લાદેશી ઘુસણખોરોને ભારતીય દર્શાવી નકલી પાસપોર્ટ બનાવવાના કેસમાં ઈડી દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. એજન્સીએ 400 જેટલા આવા બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ કરી છે, જેઓએ ફ્રોડ દસ્તાવેજોની મદદથી ભારતીય પાસપોર્ટ મેળવી લીધા હતા.
EDએ કોલકાતા રીજનલ પાસપોર્ટ ઓફિસમાંથી સંબંધિત માહિતી એકત્રિત કરી છે અને પુષ્ટિ કરી છે કે કેટલાય પાસપોર્ટ ગેરકાયદેસર રીતે બનાવાયા છે. આ મામલે તાજેતરમાં નદિયા જિલ્લાના ચકદાહા શહેરમાં ચાલતા નકલી પાસપોર્ટ રેકેટના મુખ્ય સંચાલક ઇંદુ ભૂષણની ધરપકડ પણ કરવામાં આવી છે. EDની તપાસમાં ખુલ્યું હતું કે, ઇંદુ ભૂષણ પાકિસ્તાનના નાગરિક આજાદ મલિકનો સાથીદાર હતો, જેને આ વર્ષની શરૂઆતમાં જ આ જ રેકેટના મામલે પકડવામાં આવ્યો હતો. મૂળે પાકિસ્તાની રહેવાસી મલિક પહેલા બાંગ્લાદેશમાં રહેલા નકલી ભારતીય ઓળખપત્રના આધારે ત્યાંનો નાગરિક બન્યો હતો અને ત્યારબાદ એ જ રીતે ભારતનો નાગરિક બનેલ હોવાનું બતાવીને નકલી પાસપોર્ટ અને હવાલા રેકેટ ચલાવતો હતો. તેણે કોલકાતામાં ભાડાની જમીન પરથી આ ગેરકાયદેસર ધંધો શરૂ કર્યો હતો. EDની તપાસમાં ઇંદુ ભૂષણની સંડોવણી ખુલી હતી.