ગુજરાત ભાજપમાં કારોબારી સભ્યો તથા વિશેષ આમંત્રિત સભ્યોની જાહેરાતઃ જુઓ સમગ્ર યાદી
ગાંધીનગર, 19 જાન્યુઆરી, 2026 – Gujarat BJP ગુજરાત ભાજપ દ્વારા આજે 19 જાન્યુઆરીને સોમવારે પ્રદેશ કારોબારી સભ્યો તથા વિશેષ આમંત્રિત સભ્યોની નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી.
પક્ષ દ્વારા જારી એક અખબારી યાદી અનુસાર ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા આ નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે.
પક્ષના પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલે આ અંગે જણાવ્યું કે, ભાજપના બંધારણ મુજબ પ્રદેશ અધ્યક્ષ તથા પ્રદેશ હોદ્દેદારો સહિત કુલ 106 કાર્યકરો-નેતાઓની પ્રદેશ કારોબારી હોય છે. જે પૈકી પ્રદેશ હોદ્દેદારોની અગાઉ જાહેરાત કરી દેવામાં આવી છે. જ્યારે આજે પ્રદેશ કારોબારીના બાકીના સભ્યોની સંગઠનાત્મક નિમણૂક કરવામાં આવી છે. તે સાથે ગુજરાત ભાજપ અધ્યક્ષ દ્વારા વિશેષ આમંત્રિત સભ્યોની પણ નિમણૂક કરવામાં આવી છે.
જુઓ સમગ્ર યાદી અહીં…




આ ઉપરાંત વિશેષ આમંત્રિતોની પણ નિમણૂક કરવામાં આવી છે જેમાં વજુભાઈ વાળા, રાજેન્દ્રસિંહ રાણા, પરશોત્તમભાઈ રૂપાલા, નીતિનભાઈ પટેલ જેવા પીઢ અને વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થયો છે.



