કાબુલ, 30 ઓગસ્ટ 2026: અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ નજીક હિંદુ કુશ પર્વતમાળાના વિસ્તારમાં રવિવારે વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભારતીય માનક સમય મુજબ સવારે 9:36 વાગ્યે આ આંચકા અનુભવાયા હતા.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.9 નોંધાઈ હતી. તે સપાટીથી 147 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. અત્યાર સુધી જાન-માલના નુકસાન અંગે કોઈ અહેવાલ મળ્યા નથી.
રવિવારે સવારે અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પર આવેલી હિંદુ કુશ પર્વતમાળામાં રિક્ટર સ્કેલ પર 4.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હાલમાં જાન-માલના નુકસાન અંગે કોઈ અહેવાલ નથી.


