Homeગુજરાતીક્વિન્ટન ડી કોકે રચ્યો ઈતિહાસ, વિરાટ કોહલીના સદીના રેકોર્ડની બરાબરી કરી

ક્વિન્ટન ડી કોકે રચ્યો ઈતિહાસ, વિરાટ કોહલીના સદીના રેકોર્ડની બરાબરી કરી

નવી દિલ્હી, 03 સપ્ટેમ્બર 2026: T20 ફોર્મેટ ક્રિકેટનું સૌથી લોકપ્રિય સ્વરૂપ બની ગયું છે, જેમાં સતત નવા રેકોર્ડ બની રહ્યા છે અને તૂટી રહ્યા છે. હવે, કેરેબિયન પ્રીમિયર લીગમાં સદી ફટકારીને ક્વિન્ટન ડી કોકે વિરાટ કોહલીના નામે રહેલા એક મહત્વપૂર્ણ રેકોર્ડની બરાબરી કરી છે. ડી કોક T20 ક્રિકેટમાં 10 કે તેથી વધુ સદી ફટકારનાર વિશ્વનો માત્ર પાંચમો ક્રિકેટર બન્યો છે.

1 સપ્ટેમ્બરના રોજ સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિઅટ્સ સામેની મેચમાં ક્વિન્ટન ડી કોકે 57 બોલમાં 106 રન બનાવ્યા હતા. આ તેની T20 કારકિર્દીની 10મી સદી હતી. તેણે CPL 2026માં બાર્બાડોસ ટ્રાઇડન્ટ્સનું પ્રતિનિધિત્વ કરતી વખતે આ ઇનિંગ્સ રમી હતી, જેમાં તેણે 11 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા.

વિરાટના રેકોર્ડની બરાબરી કરી

ક્વિન્ટન ડી કોકે T20 ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે વિરાટ કોહલી અને ડેવિડ વોર્નરની બરાબરી કરી લીધી છે. તેના નામે પણ 10 T20 સદી નોંધાયેલી છે. માત્ર ક્રિસ ગેલ અને બાબર આઝમ જ તેનાથી આગળ છે; ગેલે તેની ઐતિહાસિક T20 કારકિર્દીમાં 22 સદી ફટકારી હતી, જ્યારે બાબર આઝમ 13 સદી સાથે બીજા સ્થાને છે.

T20માં સૌથી વધુ સદીઓ

22 સદીઓ – ક્રિસ ગેઈલ

13 સદીઓ – બાબર આઝમ

10 સદીઓ – વિરાટ કોહલી

10 સદીઓ – ડેવિડ વોર્નર

10 સદીઓ – ક્વિન્ટન ડી કોક

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular