ગાંધીનગર, 28 નવેમ્બર 2026: ગુજરાત સરકારની ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT), નીતિ આયોગ (નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા)ના સહયોગથી 3 અને 4 ડિસેમ્બર 2026ના રોજ ગાંધીનગર, ગુજરાત ખાતે નેશનલ પબ્લિક પોલિસી કોન્ક્લેવ 2026નું આયોજન કરી રહી છે. આ કોન્ક્લેવમાં લગભગ 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આયોજન સચિવો અને સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશન્સ ઓફ ટ્રાન્સફોર્મેશન (SITs) ના વડાઓ ભાગ લે તેવી અપેક્ષા છે.
પોતાના પ્રકારની આ પ્રથમ કોન્ક્લેવનું ઉદ્ઘાટન 3 ડિસેમ્બર 2026ના રોજ થશે અને તેમાં પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે, જેમાં મુખ્ય અતિથિ તરીકે નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડૉ. અશોક કુમાર લાહિરી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે, જેઓ અધ્યક્ષીય સંબોધન કરશે. આ કોન્ક્લેવ આર્થિક વૃદ્ધિ અને સામાજિક વિકાસને આગળ વધારવામાં રાજ્યોની કેન્દ્રીય ભૂમિકાને માન્યતા આપે છે અને નીતિના સ્ટેટ સપોર્ટ મિશન હેઠળ પરિવર્તન માટે રાજ્ય સંસ્થાઓને મજબૂત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. રાજ્યના વિકાસ માર્ગને માર્ગદર્શન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત પોલિસી થિંક ટેન્ક તરીકે સ્થપાયેલ ગુજરાત માટેની SIT, GRIT એ રાજ્ય સ્તરીય નીતિ વિમર્શ માટે આ મંચનું આયોજન કરવાની પહેલ કરી છે.
કોન્ક્લેવમાં ડૉ. આર. બાલાસુબ્રમણ્યમ, સભ્ય નીતિ, અનુરાગ જૈન, IAS, ડૉ. હસમુખ અઢિયા, IAS નિવૃત્ત, અમિતાભ કાંત, IAS નિવૃત્ત, ડૉ. ઓ.પી. અગ્રવાલ, IAS નિવૃત્ત, અને ડૉ. વી. અનંત નાગેશ્વરન દ્વારા મુખ્ય સંબોધનો (કી નોટ એડ્રેસ) રજૂ કરવામાં આવશે. કોન્ક્લેવમાં વક્તાઓ અને પેનલિસ્ટમાં ભારત સરકાર અને રાજ્ય સરકારોના વરિષ્ઠ અમલદારો, સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશન્સ ફોર ટ્રાન્સફોર્મેશન અને રાજ્ય આયોજન પંચોના પ્રતિનિધિઓ, બહુપક્ષીય સંસ્થાઓ, નીતિ નિષ્ણાતો, શિક્ષણવિદો, થિંક ટેન્ક, વિકાસ ભાગીદારો અને દેશભરના પ્રેક્ટિશનરોનો સમાવેશ થાય છે. આ કોન્ક્લેવનો ઉદ્દેશ્ય પુરાવા-આધારિત અભિગમો, ટેકનોલોજીનો ઉપયોગ, આંતર-રાજ્ય શિક્ષણ, ભાગીદારી અને સહકારી સંઘવાદ દ્વારા રાજ્યોમાં જાહેર નીતિ ઘડતરની ક્ષમતાઓને મજબૂત કરવા માટે એક રાષ્ટ્રીય મંચ તરીકે સેવા આપવાનો છે.
વિકસિત ભારત@2047 તરફની ભારતની સફરના સંદર્ભમાં આયોજિત આ કોન્ક્લેવને નોલેજ પાર્ટનર્સ તરીકે નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA), લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA) અને સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ (SOUL) દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. પૂર્ણ સત્ર (પ્લેનરી) ચર્ચાઓ, વિષયવસ્તુ આધારિત સત્રો અને નિષ્ણાતોની આગેવાની હેઠળના વિચાર-વિમર્શ દ્વારા, સહભાગીઓ નીતિ ઘડતરના ઉભરતા અભિગમો પર આંતરદૃષ્ટિનું આદાનપ્રદાન કરશે.
પ્લેનરી સત્ર અને વિષયવસ્તુ આધારિત ટ્રેક્સ 4 ડિસેમ્બર 2026ના રોજ, ડૉ. હસમુખ અઢિયા, IAS નિવૃત્ત અને ગુજરાતના મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર, “વિકસિત ભારત@2047: રાજ્યની નીતિઓ ભારતના ભવિષ્યને કેવી રીતે આકાર આપશે” વિષય પર પ્લેનરી સંબોધન કરશે. પ્લેનરી સત્ર બાદ નીતિ નિર્માણના મુખ્ય પરિમાણોને સંબોધતા ત્રણ વિષયવસ્તુ આધારિત ટ્રેક્સ યોજાશે.
ટ્રેક 1: પોલિસી ઇન પર્સ્પેક્ટિવમાં ભારતના ભૂતપૂર્વ G20 શેરપા અમિતાભ કાંત, IAS (નિવૃત્ત) દ્વારા મુખ્ય સંબોધન થશે. આ ટ્રેક નીતિ નિર્માણની બદલાતી પ્રકૃતિ અને નિર્ણય લેવામાં પુરાવા અને ડેટાની વિકસતી ભૂમિકા પર વિચાર-વિમર્શ કરશે.
ટ્રેક 2: પોલિસી ઇન એક્શનની અધ્યક્ષતા નીતિ આયોગના ડિસ્ટિંગ્વિશ્ડ ફેલો ડૉ. ઓ.પી. અગ્રવાલ, IAS (નિવૃત્ત) કરશે. આ વિચાર-વિમર્શમાં મજબૂત ભાગીદારી, નિષ્ણાત નેટવર્ક્સ, પીઅર-લર્નિંગ મિકેનિઝમ્સ, સાધનો અને ક્રોસ-સેક્ટર સંકલનના નિર્માણ માટેના અભિગમોની શોધ કરવામાં આવશે.
ટ્રેક 3: પોલિસી ફોર ઓલમાં નીતિ આયોગના સભ્ય ડૉ. આર. બાલાસુબ્રમણ્યમ દ્વારા મુખ્ય સંબોધન થશે. આ ટ્રેક જાતિ (જેન્ડર), દિવ્યાંગતા અને સામાજિક સમાવેશની બાબતોના એકીકરણ દ્વારા સમાવેશી અને સમાન નીતિ નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ ત્રણેય ટ્રેક્સ સરકારી અધિકારીઓ અને નીતિ પ્રેક્ટિશનરો સહિતના સહભાગીઓને અનુભવોની આપ-લે કરવા, સફળ પ્રથાઓમાંથી શીખવા અને વિકસિત ભારત@2047ના વિઝનને આગળ વધારવા માટે જરૂરી પાયાને મજબૂત કરવા માટે એક મંચ પૂરો પાડશે.








