1. Home
  2. ગુજરાતી
  3. વિયેના હુમલા બાદ ભારતમાં ઓસ્ટ્રિયાનું દૂતાવાસ 11 નવેમ્બર સુધી બંધ રહેશે
વિયેના હુમલા બાદ ભારતમાં ઓસ્ટ્રિયાનું દૂતાવાસ 11 નવેમ્બર સુધી બંધ રહેશે

વિયેના હુમલા બાદ ભારતમાં ઓસ્ટ્રિયાનું દૂતાવાસ 11 નવેમ્બર સુધી બંધ રહેશે

0
Social Share
  • ઓસ્ટ્રિયાના વિયેનામાં આતંકી હુમલા બાદ ઓસ્ટ્રિયા દૂતાવાસનો નિર્ણય
  • ભારતમાં ઓસ્ટ્રિયાનું દૂતાવાસ 11 નવેમ્બર સુધી બંધ રહેશે
  • તકેદારીના ભાગરૂપે ઓસ્ટ્રિયાના દૂતાવાસે આ નિર્ણય લીધો

વિયેના: ઓસ્ટ્રિયાના વિયેનામાં આતંકી હુમલા બાદ ભારતમાં તેનું દૂતાવાસ 11 નવેમ્બર સુધી બંધ રહેશે. ઓસ્ટ્રિયા દૂતાવાસે આ માહિતી આપી હતી. ઓસ્ટ્રિયાના દૂતાવાસે જણાવ્યું હતું કે તકેદારીના ભાગરૂપે ઓસ્ટ્રિયાના દૂતાવાસે આ નિર્ણય લીધો છે.

ઓસ્ટ્રિયાના રાજધાની વિયેનમાં બંદૂકધારીઓએ સોમવારે સાંજે લોકડાઉન લાગૂ થતા પહેલા બહાર ફરી રહેલા લોકો પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં એક હુમલાખોર સહિત 2 લોકોનાં મોત થયા છે. પોલીસે ઘટનાની તપાસ આદરી છે. 15 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ પણ પ્રાપ્ત થયા છે. આ અંગે ઓસ્ટ્રિયાના ચાન્સેલર સેબસ્ટિયન કુર્જેએ કહ્યું હતું કે મને જણાવતા આનંદ થઇ રહ્યો છે કે પોલીસ હુમલાખોરને ઠાર કરવામાં સફળ રહી છે.

તેમણે આ ઘટના અંગે વધુ કહ્યું હતું કે અમે એવું નહીં થવા દઇએ કે આતંકવાદીઓ અમને ડરાવે. અમે તમામ રીતે આતંકીઓ સામે લડીશું. શહેરના એક રસ્તા પર રાતે 8 વાગ્યા બાદ ગોળીબાર થયો. 6 સ્થળોએ આવી ઘટના બની છે.

ઓસ્ટ્રિયાના મુખ્ય સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે અનેક બંદૂકધારી આમાં સામેલ હતા અને પોલીસે હવે અભિયાન હાથ ધર્યું છે. ગૃહ મંત્રી કાર્લ નેહમ્મરે જણાવ્યું કે આ એક આતંકી હુમલો હોવાની શક્યતા છે.

પોલીસે લોકોને ટ્વીટના માધ્યમથી કહ્યું હતું કે હુમલાને લઇને સાવધાન રહે. આ સાથે લોકોને અફવાથી બચવાની સલાહ આપી છે. પોલીસે લખ્યું કે મહેરબાની કરીને અફવા, આરોપ, અટકળો, પીડિતોની અપુષ્ટ સંખ્યાને ન જુઓ. શક્ય હોય તો ઘરમાં રહો અને સાર્વજનિક સ્થળોએ જવાનું ટાળો.

નોંધનીય છે કે પીએમ મોદીએ ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં થયેલા આતંકી હુમલાની નિંદા કરતા કહ્યું હતું કે દુ:ખની આ ક્ષણોમાં ભારત ઓસ્ટ્રિયાની સાથે છે. મોદીએ મંગળવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે વિયેનામાં કાયરતાભર્યા આતંકી હુમલાથી સ્તબ્ધ અને દુ:ખી છું. આ સમયે ભારત ઓસ્ટ્રિયાની સાથે ઉભું છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code