1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય- હવે દરેક જગ્યાએ મળી શકશે ફ્રી વાઇ-ફાઇ
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય- હવે દરેક જગ્યાએ મળી શકશે ફ્રી વાઇ-ફાઇ

કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય- હવે દરેક જગ્યાએ મળી શકશે ફ્રી વાઇ-ફાઇ

0
  • કેબિનેટે આપી PM Wani નેટવર્કને મંજૂરી
  • એક કરોડ ડેટા સેંટરો ખુલશે
  • હવે દરેક જગ્યાએ મળી શકશે ફ્રી વાઇ-ફાઇ

દિલ્હીઃ-કેબિનેટની બેઠકમાં કેન્દ્ર સરકારે બુધવારે દેશમાં નવા ડેટા સેંટર ખોલવા માટેની એક મોટી યોજના, લક્ષદ્વીપમાં અંદમાન જેવા બ્રોડબેન્ડ કનેક્ટિવિટીની યોજના અને અરુણાચલના એવા ક્ષેત્રમાં જ્યાં ટેલિફોનની કોઈ સુવિધા નથી ત્યાં 4 G આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય કેબિનેટે લક્ષદ્વીપના 11 ટાપુઓમાં હાઇ સ્પીડ બ્રોડબેન્ડ સેવા પ્રદાન કરવા માટે દરિયામાં ઓપ્ટિકલ ફાઇબર કેબલ નાખવાની મંજૂરી આપી છે. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ જાણકારી આપી છે. આ ફાઇબર કેબલ અંદમાન અને નિકોબાર ટાપુઓને જોડવા માટે નાખેલી લાઇનની તર્જ પર હશે.

કેબિનેટે દેશમાં મોટા પાયે વાઇ-ફાઇ નેટવર્ક પ્રદાન કરવા માટે પીએમ-વાઇ-ફાઇ એક્સેસ નેટવર્ક ઇંટરફેસ લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે. કેબિનેટે દેશમાં એક કરોડ ડેટા કેન્દ્રો સ્થાપવાની મંજૂરી આપી છે. આ માટે કોઈ લાઇસન્સ, શુલ્ક અથવા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે નહીં.

બેઠક દરમિયાન કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્રષ્ટિ દેશના ડિજિટલ સશક્તિકરણ અને દેશને ડિજિટલ રીતે મજબૂત બનાવવાની છે. આ જ ક્રમમાં PM WANI દેશમાં વાય –ફાય ક્ષેત્રે એક ક્રાંતિકારી પગલું છે.

આ અંતર્ગત પહેલા PDO ખોલવામાં આવશે. આ પબ્લિક ડેટા ઓફિસ માટે ન કોઈ લાઇસન્સ હશે, ન કોઈ રજીસ્ટ્રેશન,ન કોઈ ફીઝ. PDA નું કામ છે PDO નું ઓથોરાઈઝેશન અને એકાઉન્ટિંગનું જોવાનું.પબ્લિક બૂથમાંથી આ એક મોટી ક્રાંતિ હશે. દરેક ગામમાં લોકો પાસે વાઇ-ફાઇ હશે. PM WANI ડિજિટલ ફેરફાર માટેનું એક ખૂબ મોટું સાધન બનશે,

દેવાંશી-

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.