
મહાદેવને અર્પણ કરાયેલ બીલીપત્રથી થશે અનેક ફાયદા: ઘણા રોગોને ચપટીમાં જ કરી દેશે દૂર
- બીલીપત્રથી થશે અસંખ્ય ફાયદા
- તમામ રોગોને કરશે ઝડપથી દૂર
- બીલીપત્ર ઓષધીય ગુણોથી ભરપૂર
જ્યારે પણ મહાદેવની પૂજા કરવામાં આવે છે. ત્યારે તેમને અર્પણ કરવામાં આવતી વસ્તુઓમાં બીલીપત્ર ચોક્કસપણે હોય છે. ઠંડી પ્રકૃતિના બીલીપત્ર શિવને ખૂબ જ પ્રિય છે.
બીલીપત્ર હંમેશાં ત્રણ પાંદડાઓનાં જૂથમાં જ હોય છે. તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે બીલીપત્ર ફક્ત મહાદેવને પ્રસન્ન કરવા માટે જ નથી, પરંતુ સ્વાસ્થ્યની બાબતમાં પણ તેના ઘણા ફાયદા છે. ખરેખર બીલીપત્રમાં ઓષધીય ગુણધર્મો જોવા મળે છે. એવામાં તેનો ઉપયોગ તમામ મુશ્કેલીઓથી છુટકારો મેળવવા માટે થઈ શકે છે.
આંખની સમસ્યા
જો આંખોમાં લાલાશ, એલર્જી, દુખાવો હોય તો બેલના પાંદ પર ઘી લગાવો અને આંખો પર લગાવો, પછી આંખો પર પટ્ટી બાંધી દો. આનાથી ઘણો આરામ મળશે.
ડાયાબિટીઝમાં અસરકારક
ડાયાબિટીઝના દર્દીઓએ બેલના પાંદડા પીસીને તેનો રસ કાઢીને દિવસમાં બે વાર પીવો જોઈએ. થોડા સમય બાદ તેઓને તેની અસર જોવા મળશે.
તાવમાં રાહત
તાવ આવવા પર એક ગ્લાસ પાણીમાં બેલના પાન તોડીને ઉકાળો. જ્યારે પાણી અડધું રહે ત્યારબાદ તેને ગાળીને ચાની જેમ પીવો. તમને પુષ્કળ આરામ મળશે. જો મોઢામાં છાલા પડતા હોય તો બેલના પાનને પાણીથી ધોયા બાદ ચાવવાથી તમને રાહત મળશે.
સાંધાનો દુખાવો
શિયાળામાં સાંધાના દુખાવાની સમસ્યા વધી જાય છે, તો બેલના પાંદને ગરમ કરીને જ્યાં દુખાવો થતો હોય ત્યાં બાંધી દેવા. તેનાથી થોડા દિવસોમાં દુખાવામાંથી રાહત મળશે.
હૃદય રોગ અને અસ્થમાની સમસ્યા
હૃદયના અને અસ્થમાના દર્દીઓ માટે બેલના પાંદનો ઉકાળો ખૂબ જ અસરકારક છે. સવાર-સાંજ નિયમિતરૂપથી તેનું સેવન કરવું જોઈએ.
-દેવાંશી