
અફધાનિસ્તાનના હેરાત પ્રાંતમાં મિની વૈનમાં થયેલ વિસ્ફોટમાં 7 લોકોના મોત
- મિની વૈનમાં થયેલ વિસ્ફોટમાં 7 ના મોત
- 9 લોકો થયા ઈજાગ્રસ્ત
- અફધાનિસ્તાનના હેરાત પ્રાંતમાં બની ઘટના
દિલ્હી:અફધાનિસ્તાનના પશ્ચિમમાં સ્થિત હેરાત પ્રાંતમાં શનિવારે એક મિની વેનમાં બોમ્બ વિસ્ફોટના કારણે 7 લોકોના મોત નિપજ્યા,જયારે 9 લોકો ઘાયલ થયા છે.તાલિબાનના અધિકારીઓએ આ જાણકારી આપી છે.કોઈ પણ સંગઠને વિસ્ફોટની જવાબદારી લીધી નથી.
જોકે,પૂર્વમાં ઇસ્લામિક સ્ટેટમાં અફધાનિસ્તાનમાં અન્ય જગ્યાઓ પર નાગરીકો અને તાલિબાન નેતાઓ પર આ પ્રકારના હુમલાની જવાબદારી લીધી હતી.શનિવારે થયેલ વિસ્ફોટ હેરાતમાં આ પહેલો હુમલો છે. તાલિબાનના સ્થાનીય અધિકારીએ કહ્યું કે તપાસ શરૂ છે.
પશ્ચિમી હેરાતમાં તાલિબાનના એક ગુપ્ત અધિકારીએ જણાવ્યું કે,બોમ્બ વેનના ઇંધણ ટેંકથી જોડાયેલ હતો.હેરાત એમ્બ્યુલન્સ સેવાના પ્રમુખ ઈબ્રાહીમ મોહમદીએ કહ્યું કે,ઘાયલોમાં ત્રણની હાલત ગંભીર છે,જેને પ્રાંતીય સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે.
tags:
AFGHANISTAN