
બેટ દ્વારકાથી પ્રવાસીઓ સાથે પરત ફરી રહેલી બોટ રેતીના ઢગમાં ફસાતા પોલીસે રેસ્ક્યું ઓપરેશન કર્યું
દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરમાં દ્વારકાધિશના દર્શન માટે રોજબરોજ અનેક યાત્રાળુઓ આવે છે. યાત્રાળુઓ દર્શન કર્યા બાદ બેટ દ્વારકાની મુલાકાતે જતા હોય છે. બેટ દ્વારકા બોટમાં બેસીને જવું પડે છે. મરીન પોલીસ દ્વારા બોટમાં નિયત કરતા વધુ પ્રવાસીઓને નહીં બેસાડવાથી લઈને બોટ માલિકોને નિયમોનું પાલન કરાવતા હોય છે. દરમિયાન બેટ દ્વારકાથી એક બોટ ગત ઢળતી સાંજે યાત્રિકો સાથે પરત ફરી રહી હતી. ત્યારે દરિયામાં ઓટના કારણે દરિયા કિનારા વિસ્તારમાં પાણીની માત્રા ઘટી જતા ખૂબ જ ઓછા પાણીના કારણે રેતીના ઢગમાં બોટ ફસાઈ જતાં ગભરાઈ ગયેલા પ્રવાસીઓ કોઈ મદદ માટે રાહ જોઈ રહ્યા હતા. એટલા સમયમાં છેલ્લા ફેરાની બોટ હોવાના કારણે પાછળ આવી રહેલી પોલીસની પેટ્રોલિંગ બોટને જોઈને લોકોએ મદદ માંગી હતી. જેથી પેટ્રોલિંગ બોટમાં હાજર ડીવાયએસપી સમીર સારડા અને પીએસઆઈ દેવ વાંઝાએ ઓખાથી સંપર્ક કરીને મદદ માટે નાની બોટને બોલાવી હતી. જે અંગેના યોગ્ય બંદોબસ્ત કરીને પોલીસે યાત્રાળુઓને બીજી બોટમાં વારાફરતી સ્થળાંતર કર્યા હતા.
બેટ દ્વારાકાથી પ્રવાસીઓથી ખીચોખીચ્ચ ભરેલી બોટ પરત આવી રહી હતી. ત્યારે દરિયામાં ઓટને કારણે પાણીનું લેવલ ઘટી જતાં યાત્રિકોની બોટ રેતીના ઢગમાં ફસાઈ ગઈ હતી. આથી બોટમાં સવાર પ્રવાસીઓ ગભરાઈ ગયા હતા. બોટના નાવિકે રેતીમાં ફસાયેલી બોટને કાઢવા ઘણ પ્રયાસો કર્યા પણ બોટ નિકળી શકી નહતી. પ્રવાસીઓ કોઈ મદદ મળે તેની રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન પોલીસની પેટ્રોલિંગ બોટને જાણ થતાં જ પેટ્રોલિંગ બોટમાં હાજર ડીવાયએસપી સમીર સારડા અને પીએસઆઈ દેવ વાંઝાએ ઓખાથી સંપર્ક કરીને મદદ માટે નાની બોટને બોલાવી હતી. જે અંગેના યોગ્ય બંદોબસ્ત કરીને પોલીસે યાત્રાળુઓને બીજી બોટમાં વારાફરતી સ્થળાંતર કર્યા હતા. બાદમાં બોટ પર ઓછા મુસાફરો રહ્યા બાદ પોલીસે બોટથી ધક્કો મારીને રેતીમાં ફસાઈ ગયેલી બોટને પાણીમાં ફરીથી તરતી કરીને યાત્રિકોને સહી સલામત રીતે ઓખાના દરિયા કિનારે પહોંચાડ્યા હતા. આમ પોલીસે “રેસક્યુ ઓપરેશન” પાર પાડ્યું હતું. આ રેસક્યું ઓપરેશનમાં પોલીસ બોટમાં અધિકારીઓ સાથે બોટના પાઇલટ, હેડ કોન્સ્ટેબલ હરદાસભાઈ, કમાન્ડો દેવશીભાઈ મુંધવા પણ સાથે જોડાયા હતા.