
પાટડી-જૈનાબાદ હાઈવે પર માલવણ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ક્લિનરનું મોત
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ પાટડી-જૈનાબાદ હાઈવે પર માલવણ નજીક બન્યો હતો.પાટડી જૈનાબાદ રોડ પર બે ટ્રકો વચ્ચે સામ સામે અથડાતા એકનું મોત નિપજ્યું હતું. પાટડી પાસે માવસર ઝાડી પાસે બે ટ્રક સામ સામે અથડાતા અકસ્માત ક્લીનરનું મોત નિપજ્યુ હતુ જ્યારે ટ્રક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના માલવણ પાટડી જૈનાબાદ અને દસાડા માર્ગ પર છેલ્લા ઘણા સમયથી અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે જૈનાબાદ પાટડી રોડ પર માવસર ઝાડી પાસે બે ટ્રક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ક્લીનરને ગંભીર ઇજાઓ થતા પાટડી સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ ગંભીર ઇજાઓને પગલે ક્લીનરને અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. ત્યારે સારવાર મળે તે પહેલા ક્લીનરનું મોત નિપજવા પામ્યુ હતું. જ્યારે ટ્રકના ચાલકને પણ ઈજાઓ થઈ હતી.
પાટડી-જૈનાબાદ હાઈવે પર માવસરની ઝાડી પાસે પૂરફાટ ઝડપે આવેલા બે ટ્રક સામસામે અથડાયા હતા. આ અકસ્માતને પગલે આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. દરમિયાન અન્ય વાહનચાલકો પણ મદદે આવ્યા હતા. અને અકસ્માતના બનાવની પોલીસ અને 108 એમ્બ્યુલન્સને કરવામાં આવી હતી. પોલીસે અકસ્માતના સ્થળે દોડી આવીને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ સમગ્ર બાબતે પાટડી પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે અકસ્માતમાં મોતને ભેટેલા ક્લીનરનું નામ હાલ જાણવા મળ્યું નથી.