
અમેરિકી વિદેશ વિભાગ પર સાયબર હુમલો, મીડિયા રિપોર્ટમાં કરવામાં આવ્યો દાવો
- અમેરિકી વિદેશ વિભાગ પર સાયબર હુમલો
- મીડિયા રિપોર્ટમાં કરવામાં આવ્યો દાવો
- ડિફેન્સ સાયબર કમાન્ડ દ્વારા અપાઈ માહિતી
દિલ્હી:યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ હાલના સપ્તાહોમાં નવા સાયબર હુમલાની પકડમાં આવી ગયું છે. શનિવારે સ્થાનિક મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે, આ માહિતી ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ સાયબર કમાન્ડ દ્વારા આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ હુમલા પાછળ કોણ છે, તે હાલ સ્પષ્ટ નથી.
વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “વિભાગ તેની માહિતીની સુરક્ષાની જવાબદારી ગંભીરતાથી લે છે અને માહિતીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હંમેશા જરૂરી પગલાં લે છે.” સુરક્ષાના કારણોસર, અમે આ સમયે કોઈ પણ કથિત સાયબર ઘટના અથવા તેના અવકાશની ચર્ચા કરવાની સ્થિતિમાં નથી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,અત્યારે એ સ્પષ્ટ નથી કે આ ઉલ્લંઘનથી કોઈ પણ વિભાગનું કામ પ્રભાવિત થયું છે કે કેમ.અફધાનિસ્તાનથી અમેરિકનો અને અફઘાનીઓને કાઢવાના અમેરિકાના પ્રયાસોથી પરિચિત એક સૂત્રએ જણાવ્યું હતું કે,ઓપરેશન સહયોગી શરણાર્થીને કોઈ અસર થઈ નથી.