1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી અંગે સોમવારે મળનારી એક્ઝિક્યુટિવ કમિટીમાં નિર્ણય લેવાશે
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી અંગે સોમવારે મળનારી એક્ઝિક્યુટિવ કમિટીમાં નિર્ણય લેવાશે

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી અંગે સોમવારે મળનારી એક્ઝિક્યુટિવ કમિટીમાં નિર્ણય લેવાશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ એ ગુજરાતની પ્રતિષ્ઠિત સંસ્થા ગણાય છે.  રાજ્યના વેપાર-વણજના પ્રશ્નો અને ઉદ્યોગોની મુશ્કેલીઓનું નિરાકરણ સહિતની કામગીરી કરવામાં આવતી હોય છે. ચેમ્બરમાં પદ મેળવવું એ પ્રતિષ્ઠા ગણાય છે. એટલે જ ચેમ્બરની ચૂંટણી સ્પર્ધાત્મક અને રસપ્રદ પણ બનતી હોય છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની ચૂંટણી અંગે સોમવારે મળનારી એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકમાં નિર્ણય કરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની 9 મેએ યોજાનારી એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બરની મીટિંગમાં પ્રમુખ સહિતના હોદ્દા માટે ચૂંટણીની જાહેરાતનો નિર્ણય લેવાઈ શકે છે. આ માટે એમ્પવાર્ડ એપેક્સ કમિટીએ ચૂંટણી અધિકારી તરીકે હસમુખ હિંગુની નિમણૂક પણ કરી છે. જો કે, પ્રમુખ દોઢ મહિનો સત્તા પર રહેવા માટે ચૂંટણી જુલાઈમાં યોજવા પ્રયાસ કરી રહ્યા છે. ચૂંટણી અધિકારીની હાજરીમાં જ પ્રમુખ હેમંત શાહ ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે. આ ઉપરાંત ઇલેકશન બોર્ડની રચનાની જાહેરાત પણ થઈ શકે છે. ચૂંટણી અધિકારીએ ચેમ્બરને જૂનના છેલ્લા સપ્તાહ અથવા જુલાઈના પહેલા સપ્તાહમાં ચૂંટણીની તારીખ નક્કી કરવા કહ્યું છે. પ્રમુખને વધારે દોઢ મહિનાનો સમય મળી રહે તે માટે ચૂંટણીને જુલાઇના અંતમાં યોજાય તેવી જાહેરાત કરી શકે છે.

જ્યારે બીજી તરફ ઇસી મેમ્બરમાં ચૂંટણી મોડી યોજાય તેને લઇને અસંતોષ જોવા મળ્યો છે. બધાનું કહેવું છે કે, જુલાઇ માસમાં ચૂંટણી રાખવામાં આવે તો વરસાદના કારણે સભ્યો વોટિંગ કરવા ન આવી શકે જેના કારણે વોટિંગ ઓછું થશે. ગત ઇસી મિટિંગમાં પ્રમુખ દ્વારા ઉમેરવામાં આવેલા મુદ્દાઓને લઇને થયેલા હોબાળાના કારણે આ વખતની એજન્ડામાંથી તેને દૂર કરવામાં આવ્યા છે. આમ કોરોના બાદ હવે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનું ઇલેકશન ઓફ લાઇન યોજાશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code