
ભાવનગરના બેકરીમાં આગ લાગતા ત્રણ સિલિન્ડર બ્લાસ્ટ થયા, ફાયરના ચાર જવાનોને પણ દાઝી ગયા
ભાવનગર: શહેરના નવાપરા સ્થિત રસાલા કેમ્પમાં આવેલી એક બેકરીમાં વહેલી સવારે કોઈ અકળ કારણોસર આગ ભભૂકી ઉઠતાં બેકરીમાં રાખેલો માલ-સામાન ભસ્મીભૂત થયો હતો. આગ લાગતા જ બેકરીમાં પડેલા ગેસ ભરેલા ત્રણ ગેસ સિલિન્ડર પ્રચંડ ધડાકા સાથે ફાટતાં અફડાતફડી મચી જવા પામી હતી. ભાવનગર ફાયરબ્રિગેડના જવાનોએ સાડા ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગપર કાબુ મેળવ્યો હતો. આ રેસ્ક્યુ ઓપરેશનમાં આગની ઝાળ લાગી જતાં ચાર ફાયરબ્રિગેડના જવાનો દાઝી જતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર શહેરમાં રસાલા કેમ્પ વિસ્તારમાં મોડી રાત્રે બેકરીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ભીષણ આગની ઘટના બની હતી. જો કે, બેકરીમાં લાગેલી આગને કાબુમાં લેવા પ્રયાસ કરતા 2 ફાયર મેન સહિત ચાર લોકો દાઝી ગયા હતા. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ફાયર વિભાગે 5 ટેન્કર પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લીધી છે. સ્થાનિક લોકો દ્વારા ઘટનાની જાણ કરતા પોલીસ કાફલો અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી. આગ લાગતાં બેકરીમાં ઉપયોગમાં લેવાતાં ત્રણ જેટલા ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો.
ભાવનગર શહેરના ફાયર બ્રીગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, આગ વધુ ભડકે એ પૂર્વે ફાયર વિભાગે 10 જેટલા સિલિન્ડર સલામત બહાર કાઢ્યા હતા. બેકરીમાં લાગેલી આગને કાબુમાં લેવા પ્રયાસ કરતા 2 ફાયર મેન સહિત ચાર લોકો દાઝી ગયા હતા. ત્યારે આ ચારેય લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ આ તમામ લોકોની હાલત સામાન્ય છે. ત્યારે ફાયર વિભાગે 5 ટેન્કર પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લીધી હતી. આગનું કારણ જાણા મળ્યું નથી પણ આગ શોક સરકીટને લીધે લાગી હોવાનું માનવામાં આવે છે.( file photo)