1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદમાં શાહીબાગ પાસે એક હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ લાગટવાની ઘટના, અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા
અમદાવાદમાં શાહીબાગ પાસે એક હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ લાગટવાની ઘટના, અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

અમદાવાદમાં શાહીબાગ પાસે એક હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ લાગટવાની ઘટના, અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

0
Social Share

અમદાવાદઃ- આજરોજ રવિવારની સવારે અમદાવાદમાં આવેલા શાહીબાગ વિસ્તારમાં એક હોસ્પિટલમાં ભયાનક આગ લાગવાની ઘટના બની હતી જો કે આ ાગ લાગતા જ તાત્કાલિક લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગત પ્રમાણે અમદાવાદ શહેરમાં એક બહુમાળી હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ ફાટી નીકળી હતી, ત્યારબાદ સાવચેતીના ભાગરૂપે લગભગ 100 દર્દીઓને હોસ્પિટલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.  માહિતી અનુસાર રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં વહેલી સવારે 4 વાગ્યે આપસાપ આ ઘટના બની હતી.

પોલીસ ઇન્સ્પેક્ટરે આ મમાલે માહિતી આપી હતી કે  ફાયરમેન આગ ઓલવવામાં રોકાયેલા છે. હોસ્પિટલના બેઝમેન્ટમાંથી સતત ધુમાડો નીકળી રહ્યો છે. સાવચેતીના પગલા તરીકે લગભગ 100 દર્દીઓને હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.જેના કારણે કોઈ પણ પ્રકારની જાનહાની થી નથી,સમયસૂચકતા જોઈને તાત્કાલિક લોકોને બહાર નીકાળી લેવામાં આવ્યા છે.
 હોસ્પિટલમાં કેટલાક પુનઃનિર્માણનું કામ ચાલી રહ્યું હતું. આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. દર્દીઓને પણ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. 20-25 ફાયર ફાઈટર ઘટનાસ્થળે હાજર છે અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.જો કે આગ બાદ હોસ્પિટલમાંથી 100 દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. 20-25 ફાયર ફાઈટર ઘટનાસ્થળે હાજર છે. આગ હોસ્પિટલના બેઝમેન્ટમાં લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code