1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં વિપક્ષની ડિપોઝિટ ડુલ થાય તેવી ફોર્મુલા ઘડાશેઃ પાટિલ
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં  વિપક્ષની ડિપોઝિટ ડુલ થાય તેવી ફોર્મુલા ઘડાશેઃ પાટિલ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં વિપક્ષની ડિપોઝિટ ડુલ થાય તેવી ફોર્મુલા ઘડાશેઃ પાટિલ

0

સુરેન્દ્રનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ ભારતીય જનતા પક્ષે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુરેન્દ્રનગરમાં તાજેતરમાં પ્રદેશ ભાજપની કારોબારીની બેઠક મળી હતી. આ બેઠકમાં લોકસભાની ચૂંટણીની ચર્ચા કરવામાં આવી હતી. પ્રદેશ ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી માટે લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. મિશન 2024 માટે પ્રદેશ ભાજપની નવી રણનીતિ ઘડી કાઢી છે. લોકસભાની તમામ બેઠકો ફરીથી જીતી હેટ્રિકનો ટાર્ગેટ કાર્યકરોને આપ્યો છે, એટલું જ નહીં, વિપક્ષની ડિપોઝીટ જપ્ત થાય તેવો લક્ષ્યાંક સીઆર પાટિલે આપ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં તમામ 26 બેઠકો મેળવવા માટે ભાજપે તૈયારીઓ કરી દીધી છે. સુરેન્દ્રનગરમાં  તાજેતરમાં મળેલી  ભાજપની પ્રદેશ કારોબારીની  બેઠકમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે તમામ કાર્યકર્તાઓને સંકલ્પ લેવડાવ્યો હતો. ગુજરાતમાં ફરી 26 બેઠકો મેળવી જીતની હેટ્રિકનો સંકલ્પ સી. આર. પાટીલે લેવડાવ્યો હતો, સાથે વિપક્ષની ડિપોઝિટ જપ્ત થાય તે રીતે બુથ મેનેજમેન્ટ કરવાની સૂચના આપવામાં આવી હતી. લોકસભાની સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર ભાજપની નજર છે અને તેમાં જીત માટે ફોર્મ્યૂલા તૈયાર કરવામાં આવી રહી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપે રેકોર્ડ બ્રેક 156 બેઠકો જીતને રાજકારણમાં નવો ઇતિહાસ બનાવ્યો છે. ગુજરાતમાં ચૂંટણી જીત્યા બાદ હવે ભાજપે લોકસભા મિશન-2024 માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રદેશ ભાજપ દ્વારા લોકસભાની 26માંથી 26 બેઠક મેળવવાનો લક્ષ્યાંક નિર્ધારીત કરાયો છે. લોકસભા ચૂંટણીમાં વિપક્ષની ડિપોઝિટ જપ્ત કરવાનો લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવ્યો છે. હાલ ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપના સાંસદો છે. એટલે  ભાજપને હેટ્રિક કરવામાં વધારે મુશ્કેલી નહીં પડે. તેની સામે કોંગ્રેસની નેતાગીરી નિષ્ક્રિય છે.  વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા વિવિધ નવ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જેની મોટી અસર થશે. આ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ભાજપ ગુજરાત ચૂંટણી વખતે બનાવવામાં આવેલી રણનીતિ મુજબ જ કામ કરશે અને ગુજરાત મોડલનો પ્રયોગ દોહરાવીને અન્ય રાજ્યોમાં પણ મોટી સંખ્યામાં બેઠકો કબજે કરે તેવી શક્યતાઓ છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published.