
આર્થિક આધાર પર અનામત મામલે સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બેંચનો ઐતિહાસિક નિર્દેશ
નવી દિલ્હીઃ દેશમાં આર્થિક આધાર પર અનામત હવે પણ ચાલુ રહેશે. મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બંધારણીય બેંચમાંથી ત્રણ ન્યાયાધીશોએ અનામતની તરફેણમાં પોતાનો ચુકાદો આપ્યો છે. જ્યારે એક ન્યાયાધીશે પોતાની અસંમતિ વ્યક્ત કરી છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ યુયુ લલિતની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બેન્ચ આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10 ટકા અનામતની સિસ્ટમ પર પોતાનો ચુકાદો આપી રહી છે. પાંચ ન્યાયાધીશોમાંથી ત્રણ ન્યાયાધીશોએ આર્થિક આધાર પર અનામતનું સમર્થન કર્યું છે. જસ્ટિસ મહેશ્વરીએ કહ્યું કે આર્થિક આરક્ષણ બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ નથી. તેમણે વધુમાં કહ્યું કે 103માં સુધારો માન્ય છે.
જસ્ટિસ બેલા ત્રિવેદી પણ આ નિર્ણય સાથે સહમત છે. તેમણે કહ્યું કે હું જસ્ટિસ મહેશ્વરીના નિષ્કર્ષ સાથે સહમત છું. તેમણે કહ્યું કે SC/ST/OBCને પહેલાથી જ અનામત મળી ચૂક્યું છે. તેને સામાન્ય કેટેગરીમાં સામેલ કરી શકાય નહીં. તેમણે કહ્યું કે બંધારણ ઘડનારાઓએ અનામતને મર્યાદિત સમય માટે રાખવાની વાત કરી હતી. પરંતુ 75 વર્ષ પછી પણ તે ચાલુ છે.
આર્થિક આધારો પર અનામતનો નિર્ણય આપતા જસ્ટિસ રવિન્દ્ર ભટે અસહમત છે. એટલે કે, હવે તે 3-1નો નિર્ણય છે. તેની વિરુદ્ધ જવાથી પણ આ નિર્ણય પર કોઈ અસર નહીં થાય. ન્યાયમૂર્તિ પારડીવાલાએ જણાવ્યું હતું કે, અનામત અનંતકાલ સુધી ચાલવું ના જોઈએ, પોતાના સ્વાર્થ માટે ઉપયોગ ના થવો જોઈએ. સુપ્રીમ કોર્ટના પાંચ સભ્યોની બેંચ પૈકી 3 ન્યાયમૂર્તિએ ઈડબલ્યુએસને સમર્થન આપતો આદેશ આપ્યો છે.