1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ખાંભા ગીરમાં સિંહણ જોવા મળી, જંગલી ભૂંડનો કર્યો શિકાર
ખાંભા ગીરમાં સિંહણ જોવા મળી, જંગલી ભૂંડનો કર્યો શિકાર

ખાંભા ગીરમાં સિંહણ જોવા મળી, જંગલી ભૂંડનો કર્યો શિકાર

0
Social Share
  • ખાંભી ગીરમાં સિંહણ જોવા મળી
  • લોકોમાં ભયનો માહોલ
  • જંગલી ભૂંડનો સિંહણે કર્યો શિકાર

અમરેલી: અમરેલીના ખાંભા ગીરમાં સિંહણ જોવા મળતા લોકોમાં ભયનો માહોલ બન્યો છે. જાણકારી અનુસાર સિંહણ દ્વારા ગામમાં જંગલી ભૂંડનો શિકાર કરવામાં આવ્યો. સ્થાનિક લોકોએ કહ્યું કે ખાંભા નજીકના વિસાવદરના રેવન્યું વિસ્તારમાં ભૂંડની મરણ ચીસોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો.

સ્થાનિક લોકો દ્વારા તે પણ જણાવવામાં આવ્યું કે ખેતરમાં છુપાયેલી સિંહણે અચાનક ભૂંડને પકડી પાડ્યું હતું અને લગભગ દોઢ કલાક સુધી ભૂંડે બચવા મરણ ચીસો પાડી હતી. સિંહણે શિકાર પકડયા બાદ અન્ય સિંહનું ટોળું પણ જોવા મળ્યું હતું. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી. લોકોએ તેવું પણ કહ્યું કે આફ્રિકાના જંગલોમાં જોવા મળતી લાઈવ શિકારની ઘટના ખાંભા ગીરના રેવેન્યુમાં જોવા મળી છે

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code