1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનની મધ્યયુગીન માનસિકતા છતી કરતી મિસાઈલ ગઝનવી હકીકતમાં છે ચીની મિસાઈલ DF-11
પાકિસ્તાનની મધ્યયુગીન માનસિકતા છતી કરતી મિસાઈલ ગઝનવી હકીકતમાં છે ચીની મિસાઈલ DF-11

પાકિસ્તાનની મધ્યયુગીન માનસિકતા છતી કરતી મિસાઈલ ગઝનવી હકીકતમાં છે ચીની મિસાઈલ DF-11

0
  • ગઝનીના લૂંટારા ગઝનવીના નામે પાકિસ્તાને રિપેઈન્ટ કરી ચીની મિસાઈલ
  • ગઝનવી મિસાઈલ ચીની મિસાઈલ ડીએફ-11ની પાકિસ્તાની આવૃત્તિ
  • ગઝનવીના નામે પાકિસ્તાનની ભારત સામે સતત હુમલાખોર છે માનસિકતા

પાકિસ્તાન દ્વારા તાજેતરમાં હત્ફ-3 ઉર્ફે ગઝનવી નામની શોર્ટ રેન્જ, રોડ મોબાઈલ, સોલિડ ફ્યૂલ્ડ બેલેસ્ટિક મિસાઈલનું કરાચી નજીકની એક મિસાઈલ રેન્જ પરથી સફળતાપૂર્વક પરીક્ષણનો દાવો કરવામાં આવ્યો છે. જો કે આ મિસાઈલ સિસ્ટમ હત્ફ-4ની સાથે ચીની મિસાઈલ DF-11 જેવી લાગે છે. પાકિસ્તાનનો મિસાઈલ અને ન્યૂક્લિયર પ્રોગ્રામ ચીન પર આધારીત હોવાનું માનવામાં આવે છે અને તેને કારણે પાકિસ્તાનની કથિત ગઝનવી મિસાઈલ ચીનની DF-11 હોવાનું પણ ઘણાં જાણકારો માની રહ્યા છે.

હત્ફ-3 “ગઝનવી” મિસાઈલ

પાકિસ્તાની મિસાઈલ

ક્લાસ: શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ (SRBM)

બેસિંગ: રોડ મોબાઈલ

લંબાઈ : 8.5 મીટર

વ્યાસ: 0.8 m

લોન્ચ વેઈટ: 4,650 kg

પેલૉડ : સિંગલ વોરહેડ, 700 kg

વોરહેડ: HE, submunitions, 12-20 kT nuclear

સંચાલક શક્તિ : સિંગલ સ્ટેજ સોલિડ પ્રોપેલન્ટ

રેન્જ : 290 કિ.મી.

દરજ્જો : ઓપરેશનલ

સર્વિસ : 2004

ચીની મિસાઈલ ડીએફ-11ની જેમ હત્ફ-3 સ્કડ ટાઈપ બેલેસ્ટિક મિસાઈલની સુધારેલી આવૃત્તિ છે. ગઝનવી મિસાઈલ મોટા, ફિક્સ્ડ ટાર્ગેટ્સને નિશાન બનાવવામાં ઉપયોગી હોવાનો પાકિસ્તાનનો દાવો છે.

ગઝનવી મિસાઈલની લાક્ષણિકતા-

હત્ફ-3ની લંબાઈ 8.5 મીટર, વ્યાસ 0.8 મીટર અને 4650 કિલોગ્રામ લોન્ચ વેઈટ ધરાવે છે. તે 290 કિલોમીટરની રેન્જ સુધીમાં 700 કિલોગ્રામ સુધીના સિંગલ વોરહેડનું વહન કરવા માટે સક્ષમ છે. આ વોરહેડ્સમાં પરંપરાગત, હાઈ એક્સ્પ્લોઝિવ, 12થી 20 કિલોટનના ન્યૂક્લિયર અથવા સબમ્યુનિશન્સનો સમાવેશ થાય છે. તેની ઈન્ટરનલ ગાઈડન્સ સિસ્ટમ સીઈપીથી 250 મીટરની ચોકસાઈ આપવા સક્ષમ છે. જો તેને ટર્મિનલ ગાઈડન્સથી સજ્જ કરવામાં આવે તો ચોકસાઈ સીઈપીથી 50 મીટરની કરી શકાય છે. તેમા સિંગલ સ્ટેજ સોલિડ પ્રોપેલન્ટ એન્જિન વાપરવામાં આવે છે.

ગઝનવી ચીની મિસાઈલ ડીએફ-11ની પાકિસ્તાની આવૃત્તિ-

હત્ફ-3ને 1987માં વિકસિત કરવાની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ આ મિસાઈલ વિકસિત કરવાનો કાર્યક્રમ ચીન પાસેથી 1994માં ઘણી બધી પીઆરસી ડીએફ-11 મિસાઈલોની ખરીદી સાથે સ્થગિત કરવામાં આવ્યો હતો. પરંતુ 1997માં પાકિસ્તાને મિસાઈલ ક્ષમતા વધારવા માટે તેને ફરીથી શરૂ કર્યો હતો. હત્ફ-3નો પહેલો મિસાઈલ ટેસ્ટ મે-2002માં કરવામાં આવ્યો હતો અને 2004માં તે પાકિસ્તાની સેના માટે ઓપરેશનલ બની હતી. ગઝનવી મિસાઈલના ચાર મિસાઈલ ટેસ્ટ જૂન-2006, ડિસેમ્બર-2006, ફેબ્રુઆરી-2008 અને મે- 2010ના રોજ કરવામાં આવ્યા હતા. હત્ફ-3 મિસાઈલનું ઉત્પાદન એપ્રિલ-2007માં બંધ કરવામાં આવ્યું હતું અને 2007માં 30થી 50 મિસાઈલો સર્વિસમાં હતી.

હવે રાવલપિંડીમાં પાકિસ્તાની સેનાના મુખ્યમથક ખાતે ચીન સાથે સંરક્ષણ સહયોગ સંદર્ભે નવા શસ્ત્ર સોદા પર હસ્તાક્ષર થયા છે. તેના ગણતરીના દિવસોમાં જ કરાચી એરસ્પેસ બંધ કરીને પાકિસ્તાને ભારત સાથે કાશ્મીર મામલે સર્જાયેલા નવા તણાવ વચ્ચે હત્ફ-3 એટલેકે ગઝનવી મિસાઈલનું પરીક્ષણ કર્યું છે.

ગઝનવી મિસાઈલથી પાકિસ્તાનની છતી થઈ રહી છે આતંકી માનસિકતા-

માનવામાં આવે છે કે ચીન પાસેથી ખરીદેલી મિસાઈલ – ડીએફ-11ને રિ-પેઈન્ટ કરીને પાકિસ્તાને ગઝનવી નામ આપ્યું છે. પાકિસ્તાનની મિસાઈલનું ગઝનવી નામ પણ તેની મધ્યયુગીન હુમલાખોર જેહાદી માનસિકતાને પ્રતિબિંબિત કરે છે. 1000થી 1025 વચ્ચે અફઘાનિસ્તાનના ગઝનીના શાસક રહેલા મહમૂદ ગઝનવીએ ભારત પર 17 આક્રમણો કર્યા હતા અને પવિત્ર સોમનાથ મંદિર સહીતના ઘણાં ધર્મસ્થાનોને તોડીને ભારતના લોકોને રંજાડયા હતા. હવે પાકિસ્તાન ગઝનવી મિસાઈલનું નામ આવું નામ રાખીને ભારતને ડરાવવા કરતા પોતાની આતંકી, હુમલાખોર માનસિકતા વધુ છતી કરી રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code